Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચીનનો ભૂંડો ખેલ :ભારતીય લશ્કરે લાઈન ઓફ કંટ્રોલ ઓળંગી અને ભારે શસ્ત્રો સાથે બંને બાજુ એક લાખ સૈનિકોનું લશ્કર ખડકાયું હોવાનો આરોપ :વળતા પગલાંની પણ વાત લખી

 

ચીનના સત્તાવાર મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે  લશ્કરના વેસ્ટર્ન કમાન્ડ પ્રવક્તાને ટાંકીને લખ્યું છે કે ભારતીય લશ્કરે ફરી એકવાર પેન્ગોન્ગ ત્સો  સરોવરના  દક્ષિણ કાંઠા નજીક શેનપાવ પર્વત પાસે લાઈન ઓફ કંટ્રોલ ગેરકાયદેસર રીતે ઓળંગેલ છે. પૂર્વી લડાખ સરહદે સ્થિતી ગંભીર અને ભયાવહ છે.  ભારે શસ્ત્રો સાથે બંને બાજુ એક લાખ સૈનિકોનું લશ્કર ખડકાયું છે. ચીને તેના સત્તાવાર નિવેદનમાં "કાઉન્ટર મેઝર્સ" (વળતા પગલાં)ની વાત  લખી છે તે ખૂબ ચિંતાજનક છે, ભારત શુ સત્તાવાર જવાબ આપે છે જોવાનું રહ્યું.. ૧૯૬૨માં ચીને વ્યૂહ અપનાવી હુમલો કર્યો હતો.

(1:00 am IST)