Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

પર્યટકો માટે ખુશખબર: 21 સપ્ટેમ્બરથી તાજમહેલ -કિલ્લાઓ ખુલ્લા મુકાશે: ઓનલાઇન ટિકિટ મળશે

પર્યટકોએ ચુસ્તપણે કોરોના માટેની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે

નવી દિલ્હી : વિશ્વની સાત અજાયબીઓમાંથી એક તાજમહેલ જોવાનું સપનું જોતા પર્યટકો માટે એક સારા સમાચાર છે. આગામી 21 સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. પુરાતત્વ વિભાગે અંગેની જાહેરાત તેની અધિકૃત વેબસાઇટ પર કરી છે. જો કે દરમિયાન પર્યટકોએ મુલાકાત દરમિયાન કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પણ પાલન કરવું પડશે.

21 સપ્ટેમ્બરથી તાજમહેલને પર્યટકો માટે ખોલવામાં આવશે. દરમિયાન પર્યટકોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું પડશે. પુરાતત્વ વિભાગના અધીક્ષક બસંત કુમાર સ્વર્ણકારે જણાવ્યું કે, દરમિયાન તાજમહેલ પર 5 હજાર અને કિલ્લા પર 2500 લોકોને માત્ર ઓનલાઇન ટિકિટ પર પ્રવેશ મળશે. દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. દરમિયાન 5-5 ની સંખ્યામાં લોકો તાજમહેલની મુલાકાત કરી શકશે.

નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણને કારણે 17 માર્ચે તાજ મહેલને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે લોકડાઉન પછી જ્યારથી દેશને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઇ તો તાજમહેલ ખોલવાની માંગ શરૂ થઇ હતી.

(1:04 am IST)