Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લડાખમાં LAC પર સ્થિતિ ગંભીર છે

વિદેશમંત્રી જયશંકરનું મહત્વનું નિવેદન

નવી દિલ્હી, તા.૮: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વધી રહ્યો છે. ચીન પોતાની અવળચંડાઈમાંથી ઉપર નથી આવી રહ્યું. ૪૫ વર્ષ બાદ ભારત અને ચીન પર લાઈન ઓફ એકચ્યૂલ કન્ટ્રોલ પર ફાયરિંગ થયું છે. ચીન અરુણાચલને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે. તેણે ત્યાના ૫ નાગરિકોનું અપહરણ પણ કર્યુ છે. ત્યારે આ તણાવ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપ્યું છે કે એલએસી પર તણાવ છે

ચીન સાથે તણાવ મુદ્દે એસ.જયશંકરનું મોટુ નિવદેન સામે આવ્યું છે.  તેમણે કહ્યું કે લદ્દાખમાં LAC પર સ્થિતિ તણાવપૂર્ણ છે. વિદેશમંત્રી એસ.જયશંકર આજે રશિયા જવાના છે. તેઓ SCOની બેઠકમાં ભાગ લેશે.  SCOની બેઠકમાં ચીનના વિદેશમંત્રી પણ ભાગ લેવાના છે.

ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ આ બેઠક માટે પહેલા જ ત્યાં પહોંચી ગયા છે. એટલું જ નહીં ચીનના રક્ષા મંત્રીની વિનંતી પર તેમણે ચીનના રક્ષા મંત્રી સાથે એલએસી મુદ્દે મોસ્કોમાં બેઠક પણ કરી હતી. જોકે અંતે ચીને રંગ બદલીને સરહદના તણાવ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું. એટલું જ નહીં તેમણે નિવેદન આપ્યું હતું કે જે કંઈ થશે તેના માટે ભારત જવાબદાર રહેશે.

ઉલ્લેખનીય છે કે LAC પર બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી તાણવ છે. સૂત્રોનું માનીએ તો ચીન તરફથી ભારતીય ક્ષેત્રમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જે બાદ ભારત તરફથી પણ જવાબી ફાયરિંગ કરવામાં આવ્યું.  જોકે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

નોંધનીય છે કે PLA વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવકતા કર્નલ ઝાંગ શુઈલીએ ખુલાસો કર્યો કે ભારતીય સેનાએ ગેરકાયદે પૈંગોંગ સરોવરના દક્ષીણ કિનારા પાસે શેનપાઓ પહાડમાં લાઈન ઓફ એકચ્યૂલ કન્ટ્રોલ પાર કરી છે. ભારતીય સેનાના સૂત્રો તરફથી ખરાઈ કરવામાં આવી કે વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા.

(10:01 am IST)