Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૨૪ કલાકમાં કોરોના વધુ ૧૧૩૩ને ભરખી ગયો

કુલ કેસ ૪૨.૮૦ લાખ ઉપર : કુલ મૃત્યુઆંક ૭૨૭૭૫ : દેશમાં ૫ કરોડથી વધુ ટેસ્ટીંગ : ગઇકાલે ૧૦ લાખથી વધુનું ટેસ્ટીંગ હાથ ધરાયું

નવી દિલ્હી તા. ૮ : દેશમાં કોરોનાનો કહેર વધતો જ જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૭૫૮૦૯ કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૧૧૩૩ લોકોના મોત નિપજ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાનો મૃત્યુઆંક ૭૨૭૭૫ થયો છે. રાહતની વાત એ છે કે, સંક્રમિતો સાજા વધુ થવા લાગ્યા છે. ૨૪ કલાકમાં ૭૪૧૨૩ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં ૩૩,૨૩,૯૫૧ લોકો થયા છે હાલ ૮,૮૩,૬૯૭ એકટીવ કેસ છે.

ભારતની સરખામણીમાં ૨૪ કલાકમાં અમેરિકામાં ૨૫૩૨૫ અને બ્રાઝીલમાં ૧૦૧૮૮ કેસ નોંધાયા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૮૬ અને બ્રાઝીલમાં ૩૧૫ લોકોના મોત થયા છે.

આજે ભારતમાં ટેસ્ટીંગનો આંકડો ૫ કરોડને પાર કરી ૫,૦૬,૫૦,૧૨૮નો થયો છે. જેમાં ગઇકાલે ૧૦,૯૮,૬૨૧નું ટેસ્ટીંગ થયું હતું.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસ

સોમવારે

 

મંગળ-સવારે

૨૩,૩૫૦

. મહારાષ્ટ્રઃ

૧૬,૪૨૯

૧૦,૭૯૪

. આંધ્રપ્રદેશઃ

 ૮,૩૬૮

૯,૩૧૯

. કર્ણાટકઃ

૫,૭૭૩

૬,૭૭૭

. ઉત્ત્।રપ્રદેશઃ

૫,૬૪૯

૫,૭૮૩

. તમિલનાડુઃ

 ૫,૭૭૬

૪,૭૪૪

. પુણેઃ

 

૩,૮૧૦

. ઓડિશાઃ

૩,૮૬૧

૩,૨૫૬

. દિલ્હીઃ

૨,૦૭૭

૩,૦૮૭

. પશ્ચિમ

૩,૦૭૭

 

બંગાળ

 

૩,૦૮૨

. કેરળઃ

૧,૬૪૮

૨,૮૨૫

. બેંગ્લોરઃ

૨,૯૪૨

૨,૫૭૪

. તેલંગાણાઃ

૧,૮૦૨

૨,૨૭૭

. હરિયાણાઃ

૨,૨૨૪

૨,૧૮૭

. થાણેઃ

 

૨,૧૦૦

. છત્ત્।ીસગઢઃ

૨,૦૧૭

૧,૯૪૬

. પંજાબઃ

૨,૧૧૦

૧,૯૧૦

. મુંબઇઃ

૧,૭૮૮

૧,૭૯૭

. બિહારઃ

૧૩૬૯

૧,૬૯૪

. મધ્યપ્રદેશઃ

૧,૮૮૫

૧,૫૯૩

. રાજસ્થાનઃ

૧,૫૮૦

૧,૫૩૭

. આસામઃ

૨,૭૮૫

૧,૩૩૫

. ગુજરાતઃ

૧,૩૩૦

૧,૩૧૬

. જમ્મુ-

 ૧,૦૧૩

 

કાશ્મીર

 

૧,૨૪૬

. ઝારખંડઃ

 ૧,૫૫૭

૬૬૮

. ઉત્ત્।રાખંડઃ

૮૦૭

૪૭૮

. પુડ્ડુચેરીઃ

૨૯૨ 

૩૯૯

. ત્રિપુરાઃ

 

૩૯૭

. હિમાચલ

૨૪૫

૩૭૪

. ગોવાઃ

૩૪૪

૨૬૧

. ચંડીગઢઃ

૨૩૨

૧૨૧

. મણિપુરઃ

૮૪

૮૮

. મેઘાલયઃ

 

૮૬

. અરુણાચલ

૧૮૦

 

પ્રદેશ

 

૫૯

. નાગાલેન્ડઃ

 

(2:51 pm IST)