Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કાલે મુંબઇ આવશે કંગનાઃ નવા જુની થવાના એંધાણઃ BMC તેણીને કવોરન્ટીન કરી દેશે?

મુંબઇ વિશે આપેલા નિવેદનનો છે કેસ

મુંબઇ, તા.૮: કંગના રનૌત હાલના દિવસોમાં મુંબઈ વિશે આપેલા નિવેદનના કારણે કન્ટ્રોવર્સીમાં છે. તેને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્મ તરફથી Y+ સિકયોરિટી આપવામાં આવી છે. તે ૯ સપ્ટેમ્બર મુંબઈ આવવાની ચેલેન્જ કરી ચૂકી છે. રિપોર્ટ્સ મુજબ, હવે બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે કંગના ૭થી વધારે દિવસ માટે આવી છે તો તેને કવોરન્ટાઈન કરવામાં આવશે.

થોડા દિવસો અગાઉ કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે કરી હતી. આ બાદ જે લોકો તેને મુંબઈ આવવાની ના પાડી રહ્યા હતા, તેમને કંગનાએ ચેલેન્જ આપી હતી કે તે ૯ સપ્ટેમ્બર આવી રહી છે. બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે કંગના જો ૭ દિવસથી વધારે રોકાશે તો તેને કવોરન્ટીન કરવામાં આવશે.

Y+ સિકયોરિટી મળ્યા બાદ કંગનાએ ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. કંગનાની આ કોન્ટ્રોવર્સી ત્યારે શરૂ થઈ જયારે તેણે એક ટ્વીટમાં લખ્યું કે, તેને મુંબઈ પોલીસથી ડર લાગે છે. આ બાદ એક ટ્વીટમાં તેણે લખ્યું કે, મુંબઈ PoK જેવી ફીલ આપી રહ્યું છે. તેના પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, તેમને ડર લાગે છે તો મુંબઈ આવવાની જરૂર નથી. આ બાદ કંગનાએ ચેલેન્જ આપી હતી કે ૯ સપ્ટેમ્બર તે મુંબઈ આવી રહી છે, જેના બાપમાં હિંમત હોય તે રોકી લે. સંજય રાઉટે ટીવી ચેનલ પર કંગનાને 'હરામ છોકરી' બોલી દીધી. આ બાદ વિવાદ ખૂબ વધતો ગયો.

સોમવારે કંગનાએ આરોપ લગાવ્યો હતો કે બીએમસીના ઓફિસર તેની ઓફિસ પહોંચી ગયા છે અને બીજા દિવસે પ્રોપર્ટી તોડી પડાશે. આ મામલે તેણે ઘણા બધા ટ્વીટ્સ કર્યા હતા અને દાવો કર્યો હતો કે તેની પાસે તમામ પેપર્સ છે. તેનો આરોપ હતો કે બીએમસી તેના પાડોશીઓને પણ પરેશાન કરી રહી છે.

(11:49 am IST)