Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

વાહન ભંગાર નીતિ આવતા મહિનાથી લાગુ થવાની તૈયારી

નવી પોલિસીથી વાહનો સસ્તા થવાની સાથે જ માંગમાં થશે વધારો

નવી દિલ્હી તા. ૮ : સરકાર જુના બે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો માટે વાહન ભંગાર નીતિ આવતા મહિનાથી લાગુ કરવાની ઘોષણા કરશે. બહુપ્રતિક્ષિત સ્ક્રેપ પોલિસી લાગુ થવાથી સુસ્ત પડેલી અર્થવ્યવસ્થાને વેગ મળશે. નવા વાહનોની માંગ વધવાથી વાહન ઉદ્યોગને વેગ મળશે. ગ્રાહકોને નવા વાહન ૩૦ ટકા સસ્તા મળશે. જુના વાહનોથી વાયુ પ્રદુષણમાં ૨૫ ટકાનો ઘટાડો થશે. બીજી બાજુ સ્ક્રેપ સેન્ટરો પર મોટા પાયે રોજગાર ઉપલબ્ધ થશે.

સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૧૫ વર્ષ જુના વાહનને ઠેકાણે લગાડવા માટે વાહન સ્ક્રેપ પોલિસી નિર્માણ કરવાનું કાર્ય અંતિમ ચરણમાં છે. આ નીતિમાં ૧૫ વર્ષ જુના વાહનોને માર્ગો પરથી હટાવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે. પરંતુ આવા વાહનોને ચલાવા માટે પ્રતિ વર્ષ ફિટનેસ પ્રમાણ પત્ર અને અરજી ની ફી બે થી ત્રણ ગણી કરી દેવામાં આવી છે. તેનાથી ગ્રાહકો જુના વાહનો વેચીને નવા ખરીદવા માટે આકર્ષિત થશે.

જુના વાહનને ભંગાર સેન્ટરને બચવાનું પ્રમાણ પત્ર રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર તેની અરજીની ફી માફ થશે. અનેક પ્રકારની અન્ય રાહત મળશે. ભંગાર નીતિ લાગુ થવાથી ૨.૮૦ કરોડ વાહનો આ નવી નીતિના દાયરામાં આવશે. સ્ક્રેપ પોલિસી લાગુ થવાથી નવી મોટરની અરજી કરવા પર એક હજાર ફી થશે. જો જુનીનું નવીનીકરણના કરાવશે તો ફી બે હજાર થશે.

આ પ્રમાણે ચાર્જ લાગશે

નવા સ્કુટરની નોંધણી કરાવા પર ૧ હજાર ફી લાગશે પરંતુ જુનીનું નવીનીકરણ કરવામાં આવશે તો ૨ હજાર થશે.

નવા થ્રી વ્હીલર તેમજ ઓટોની નોંધણી પાંચ હજાર રૂપિયા તેમજ જુના વાહનોની ફી ૧૦ હજાર થશે

નવી લકઝરી ટેકસીની નોંધણી પાંચ હજાર રૂપિયા જ્યારે જુનીનું નવીનીકરણની ફી ૧૫,૦૦૦ કરાઇ

ટ્રક, બસ વગેરે ભારે વાહનના નવીનીકરણને ૨૦ હજારથી વધારીને ૪૦ હજાર કરાઇ, નવીનીકરણમાં મોડું થશે તો દર મહિને ૫૦૦ રૂ. દંડ

સ્કુટર પર આ દર ૩૦૦ રૂપિયા પ્રતિ મહિને હશે. નવી કારની નોંધણીની ફી ૧૦ હજાર રૂપિયા જ્યારે નવીનીકરણની ફી ૨૦ હજાર કરાઇ

(11:54 am IST)