Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૫૦૦થી વધારે મહિલાઓને મોકલ્યાં અશ્લીલ તસવીરો અને વીડિયો

ગાઝિયાબાદ પોલીસે એક એવી વ્યકિતની ધરપકડ કરી છે જે મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મેસેજ મોકલ્યા કરતો હતો

ગાઝિયાબાદ,તા. ૮: ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાઝિયાબાદ પોલીસે એક એવી વ્યકિતની ધરપકડ કરી છે જે મહિલાઓ સાથે શારીરિક સંબંધો બનાવવા માટે મેસેજ મોકલ્યા કરતો હતો. અત્યાર સુધી તે સેંકડો મહિલાઓને અશ્લીલ મેસેજિસ અને ફોટોઝ મોકલી ચૂકયો છે. હવે પોલીસ આરોપી વ્યકિતની પૂછપરછ કરી રહી છે.

માહિતી પ્રમાણે, ગાઝિયાબાદ પોલીસે રવિવારે આરોપી વ્યકિતની ધરપકડ કરી છે. આરોપી હરિયાણાના રોહતકનો રહેવાસી કહેવામાં આવી રહ્યો છે. પોલીસે તેની રોહતકમાંથી ધરપકડ કતરી છે. ગાઝિયાબાદ સીઓ(સીટિ) અભય કુમારે કહ્યું કે ધરપકડ કરેલ આરોપી મહિલાઓને અશ્લીલ મેસેજ મોકલતો હતો. તેણે અત્યાર સુધી ઘણાં રાજયોમાં ૫૦૦થી વધારે મહિલાઓને અશ્લીલ તસવીરો અને વીડિયોઝ મોકલ્યા છે. તે મહિલાઓ સાથે યૌન સંબંધ રાખવાની ઇચ્છા વ્યકત કરતો હતો.

ઇન્ટરનેટ અને મેસેજ દ્વારા અશ્લીલ મેસેજ મોકલવા કે કોઇને હેરાન કરવા કાયદાકીય સજાને યોગ્ય છે. એવા મામલે સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલા કાયદાઓ હેઠળ કાર્યવાહીની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સાઇબર ક્રાઇમના કેસમાં ઘણો વધારો થયો છે. પોલીસ પણ એવા કેસ ગંભીરતાથી લે છે. વધતા કેસ સામે લડવા માટે પોલીસ વિભાગે સાઇબર સેલનું ગઠન પણ કર્યું છે, જે આવા મામલે કામ કરે છે.

(11:55 am IST)