Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

દેશના તમામ પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની વ્યવસ્થા કરાશે

ઓછામાં ઓછો એક ચાર્જિંગ પોઇન્ટ લાગવાની યોજના

નવી દિલ્હી : ભારત સરકાર દેશના તમામ પેટ્રોલ પંપ પર ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે એક કિયોસ્ક લગાવનાર છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે. સરકારના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 69 હજાર પેટ્રોલ પંપ છે. આ તમામ જગ્યા પર ઓછામાં ઓછો એક ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની યોજના સરકાર બનાવી રહી છે. તેનાથી લોકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ભારત સરકાર કંપનીની માલિકીના અને સંચાલિત પેટ્રોલ પંપ પર આ ઈવી ચાર્જિંગ પોઈન્ટ લગાવવાની દિશામાં સંવાદ પણ શરૂ કરનાર છે. ઓઈલ મંત્રાલયની નવી ગાઈડલાઈન મુજબ તમામ નવા પેટ્રોલ પંપ પર વધારાના ઈંધણનો વિકલ્પ ફરજિયાત કરી દેવાયો છે. એથી મોટાભાગના નવા પેટ્રોલ પંપ ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની વ્યવસ્થા સભરનો વિકલ્પ જ પસંદ કરી શકે છે.

આ અંગે ઉર્જા મંત્રાલયના મંત્રી આર.કે. સિંહે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. મીટિંગમાં દિલ્હી-એનસીઆર, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરૂ, વડોદરા અને ભોપાલના નેશનલ હાઈવે પર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર ખાસ ધ્યાન આપવા ઉપર મંત્રી દ્વારા ખાસ સૂચન કરાયુ હતુ, જેથી લોકો લાંબા પ્રવાસ માટે ઈ-કારનો ઉપયોગ કરી શકે. કે લાંબા અંતર માટે પ્રવાસ કરવો હોય તો એક બેટરી એક્સ્ટ્રા રાખીએ પરંતુ તે બેટરી પણ ખતમ થવા આવે ત્યારે સંબંધિત સ્થળમાં ચાર્જિંગ સ્ટેશન હોવું પણ જરૂરી છે.

(11:56 am IST)