Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રહસ્યમય રેડિયો સ્ટેશન : ૩૮ વર્ષથી પ્રસારણ થાય છે, પણ કોણ ચલાવે છે એનું કોઇ ઠામઠેકાણું નથી

નવી દિલ્હી,તા.૮: MDZbB નામનું રહસ્યમય રેડિયો સ્ટેશન ૩૮ વર્ષોથી પ્રસારણ કરે છે, પરંતુ એ રેડિયો સ્ટેશનના માલિકો, સંચાલકો કે બીજી બાબતોનું ઠામઠેકાણું કોઈ જાણતું નથી, ૧૯૮રથી ર૪ કલાક પ્રસારણ કરતું એ રેડિયો સ્ટેશન એમજેબી (MJB) નામે ઓળખાય છે. થોડી સેકન્ડે ચોક્કસ પ્રકારના કંટાળાજનક અવાજો વચ્ચે અઠવાડિયે બે-ચાર વખત કોઈ માણસ રશિયન ભાષામાં કહેવાતો કે રૂઢિપ્રયોગ બોલે છે. રેડિયોના માધ્યમના ચાહકોમાં એ રહસ્યમય રેડિયો સ્ટેશન વિશે ઘણા વખતથી ઉત્સુકતા છવાયેલી છે. એ રેડિયો સ્ટેશન રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ કે મોસ્કોની આસપાસ હોવાની જાણકારોની ધારણા છે. એ રેડિયો સ્ટેશન લો ફ્રીકવન્સી ધરાવતા શોર્ટ વેઝ પર કામ કરે છે.

જોકે શોર્ટ વેઝ લાંબા અંતર સુધી પહોંચતા હોય છે. ૪૬૨૫ kHz ફ્રીકવન્સી પર એ રેડિયો સ્ટેશનનાં પ્રસારણ સાંભળી શકાય છે. એ રેડિયો સ્ટેશનના વજૂદ વિશે અનેક તર્કવિતર્ક ચાલે છે. તર્કવિતર્કોની થિયરીમાં એક થિયરી પરમાણુયુદ્ઘ સંબંધી અને બીજી જાસૂસી સંબંધી છે.

 જાસૂસી સંબંધી થિયરીમાં એ રેડિયો સ્ટેશન દ્વારા વિશ્વભરમાં ફેલાયેલા રશિયાના જાસૂસોને સંદેશા આપવામાં આવતા હોવાની ધારણા રાખવામાં આવે છે.

(11:58 am IST)