Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

તમારા જીવનકાળમાં આધારકાર્ડમાં માત્ર એક વખત જ કરાવી શકશો આ અપડેટ

નવી દિલ્હી : હાલના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી ડોકયુમેન્ટ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારનું હોવું ઘણુ અગત્યનું છે. આધારકાર્ડનો ઉપયોગ ઓળખપત્ર જેમ થાય છે. સાથે એડ્રેસની ઓળખ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આદના સમયમાં બેંકો સાથે જોડાયેલા કામકાજ, પૈસાની લેણદેણ, ઘર ખરીદતા સમયે, ગાડી ખરીદતા સમયે કે કોઈ પણ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે આધારકાર્ડની જરૂરત પડે છે. તેવામાં આધારકાર્ડને અપડેટ રાખવું જરૂરી છે.

હાલના સમયમાં આધાર કાર્ડ એક જરૂરી ડોકયુમેન્ટ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધારનું હોવું ઘણુ અગત્યનું છે. આધારકાર્ડનો ઉપયોગ ઓળખપત્ર જેમ થાય છે. સાથે એડ્રેસની ઓળખ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં બેંકો સાથે જોડાયેલા કામકાજ, પૈસાની લેણદેણ, ઘર ખરીદતા સમયે, ગાડી ખરીદતા સમયે કે કોઈ પણ સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવવા માટે આધારકાર્ડની જરૂરત પડે છે. તેવામાં આધારકાર્ડને અપડેટ રાખવું જરૂરી છે.

કોઈ પણ વ્યકિત આધારકાર્ડમાં પોતાનું નામ, એડ્રેસ, જન્મતારીખ, મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી અપડેટ કરી શકે છે. યુઆઈડીએઆઈએ આધારને અપડેટ કરવાની પ્રક્રિયા ઘણી સરળ બનાવી દીધી છે.

યુઆઈડીએઆઈની ઓફિસ મેમોરેંડમ પ્રમાણે આધારકાર્ડ હોલ્ડર માત્ર બે વખત જ આધારકાર્ડમાં પોતાનું નામ અપડેટ કરાવી શકે છે. આધારકાર્ડધારક પોતાનું નામ અપડેટ કરવા માટે આધાર સેંટર જઈ શકે છે તે સિવાય નામ અપડેટ કરવા માટે ઓનલાઈન સેવાઓનો પણ ઉપયોગ કરી શકે છે.

આધારકાર્ડ ધારક પોતાના જીવનકાળમાં જન્મતિથી અને લીંગને માત્ર એક જ વખત અપડેટ કરી શકો છો.

યુઆઈડીએઆઈ ટ્વિટ કરીને આધારકાર્ડમાં અપડેટ કરવા માટે કેટલો ચાર્જ લાગશે ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, તમારા આધારકાર્ડમાં એક અપડેટ કરાવો છો તો દ્યણા અપડેટ કરાવો છો, બાયોમેટ્રીકસ અપડેટ કરાવવા ઉપર રૂપિયા ૧૦૦નો  ચાર્જ લાગશે જયારે ડેમોગ્રાફીક ડિટેઈલમાં બદલાવ કરવા માટે માત્ર રૂપિયા ૫૦નો ચાર્જ લાગશે.

(11:59 am IST)