Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જાહેર પરિવહનના ઉપયોગમાં ૯૦%નો ઘટાડો

સીએસઇના રિપોર્ટમાં ખુલાસો : પ્રદૂષણમુકત વાતાવરણ માટે ઇલેકટ્રીક વાહનોના ઉપયોગની સલાહ

નવી દિલ્હી તા. ૮ : કોરોનાના કારણે ઉદભવેલી સ્થિતિમાં સાર્વજનિક પરિવહનનો ઉપયોગ ૯૦ કે સો જેટલો ઘટ્યો છે. પર્યાવરણની યોગ્ય રીતથી તેને બીજીવાર અગાઉના સ્તર પર લાવવા જોઈએ. પર્યાવરણના ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન તેમજ પર્યાવરણ કેન્દ્રએ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

વિશ્વમાં પ્રથમ વાર સાત સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ઓફ કલીન એર ફોર બ્લુ સ્કાઈઝ મનાવામાં આવશે. આ મોકા પર સીએસઈએ ચોખ્ખી હવા માટે કરવામાં આવતા પ્રયત્નો પર રિપોર્ટ જાહેર કર્યો છે. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટના હવાલાથી સીએસઇએ દાવો કર્યો કે દેશના ૧૪ રાજયોની પરિવહન સેવાઓ લોકડાઉન દરમિયાન ૮૧ ટકા સુધી ઠપ રહી. તેમાં સફર કરતા લોકોની સંખ્યામાં ૯૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, અને દિલ્હી જેવા રાજયોની બસ સેવાઓ પણ સામેલ છે.

ઉચ્ચ અને મધ્યમ આવક વર્ગના લોકો વચ્ચે સીએસઈ દ્વારા કરેલા સર્વેમાં તેનો ખુલાસો થયો છે કે અંદાજે ૨૭ ટકા લોકો સાર્વજનિક સેવાઓનો ઉપયોગ કરવાથી દૂર થયા છે. સંસ્થાએ ચોખ્ખી હવા અને અને આકાશ માટે સાર્વજનિક સેવાઓને બીજી વાર પાટા પાર લાવવા માટે પર્યાવરણની યોગ્ય રીત જેવા ઇલેકિટ્રક વાહનો પર જોર આપવાનું કહેવામાં આવ્યું છે.

(12:44 pm IST)