Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ફિંગર પ્રિન્ટ લેવા અંગેના કાયદામાં થશે ફેરફારો

૧૦૦ વર્ષ જુના કાયદાના બદલાવનો પ્રસ્તાવ થશે તૈયાર

નવી દિલ્હી તા.૮ : રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યુરો (એનસીઆરબી) દરેક પ્રકારના અપરાધીઓની ફીંગર પ્રિન્ટ લેવા માટે આઈડેન્ટીફીકેશન ઓફ પ્રિઝનર્સ એકટ ૧૯૨૦માં ફેરફારનો પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.એનસીઆરબીના જણાવ્યા અનુસાર નવો અધિનિયમ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈપણ ધરપકડ થયેલી વ્યકિતના અગ્રીમ બાયોમેટ્રીક માટે પોલીસ અધિકારીઓને સશકત બનાવી શકાય. કહેવામાં આવે છે કે આથી ડેટાબેઝમાં ભારે વૃદ્ઘિ થશે અને અપરાધીઓની ઓળખ કરવામાં મદદ મળશે. હાલના કાયદા અંતર્ગત માત્ર જેનો દોષ સાબીત થઈ ગયો છે અને એક વર્ષ સુધી શ્રમ સાથે કારાવાસના કેસમાં ધરપકડ થયેલ શખ્સોના ફિંગર પ્રિન્ટ લેવાની જોગવાઈ છે. આંધ્રપ્રદેશ અને કેરલ બહેતર

એક વર્ષમાં દેશના વિભિન્ન રાજયોમાં ૩૩,૬૯૯ કેસમાં ૫૯,૦૩૯ ક્રાઈમ સીન અંતર્ગત ચાન્સ પ્રિન્ટ અર્થ ઘટના સ્થળે આંગળીઓના નિશાન લેવામાં આવેલા. તેમાંથી ૩૯,૦૨૫ ચાન્સ પ્રિન્ટને અપરાધ વિશ્લેષણ માટે ફીટ માનવામાં આવ્યા.

ફીંગર પ્રિન્ટથી અપરાધીઓની ઓળખમાં આંધ્રપ્રદેશ અને કેરલનું

પ્રદર્શન અન્ય રાજયોની તુલનામાં બહેતર છે.

રાષ્ટ્રીય સ્વચાલિત ફીંગર પ્રિન્ટ આઈડેન્ટીફીકેશન સીસ્ટમ (એનએએફઆઈએએસ) અંતર્ગત રાષ્ટ્રીય સ્તર પર ડેટાબેઝ તૈયાર કરવાની દિશામાં પણ ઝડપથી કામ થઈ રહ્યું છે. દેશભરમાં ૧,૩૮૧ વર્કસ્ટેશન બનાવાયા છે. આ સિસ્ટમ પુરી રીતે અમલમાં આવ્યા બાદ ફીઝીકલ રીતે ફીંગર પ્રિન્ટ સ્લીપ મોકલવાની જરૂર નહીં રહે.

(2:45 pm IST)