Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચીન સાથે તંગદિલી વચ્ચે આઇ.સી.વીને અપગ્રેટ કરાશે

ઇનફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ રાત્રે પણ કામ કરી શકશે

નવી દિલ્હી,તા. ૮: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતીય સેનાએ પોતાના 'ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ'ને રાત્રે પણ કામ કરી શકે તેના માટે સક્ષમ બનાવવાની પ્રક્રિયા  શરૂ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આ પગલુ એવા સમયે લેવાયું છે. જ્યારે પુર્વ લદ્દાખ વિસ્તારમાં ચીની સેના સાથે સરહદ પર તણાવ ઉભો થયેલો છે. સેનાએ પહેલા જ પોતાના મુળ ડીઝાઇન વાળા લડાયકવાહન બીએમપી- ૨/૨ કે ના ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સના વિકાસ અને ભાવિ સપ્લાય માટે ઘરેલુ કંપનીઓ પાસેથી ઇઓઆઇ મંગાવ્યા છે.

હાલના લડાયક વાહન બીએમપી-૨/૨ કે ને ૧૯૮૫માં સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. ઇઓઆઇમાં કહેવામાં આવ્યું છે કે તેની પ્રણાલી રાત્રીના સંચાલન માટે યોગ્ય નથી અને તેને રાત્રી યુધ્ધના ક્ષમતા સાથે વિકસીત કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ ૨૯/૩૦ ઓગસ્ટની રાત્રે પેગોંગ સરોવરના દક્ષિણ કિનારાના વિસ્તારમાં ઘૂસણખોરીનો ચીની સેનાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. એ પહેલા ૧૫ જૂને થયેલા સંઘર્ષમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા પછી એલએસી પર તણાવ બહુ વધી ગયો હતો. આ સંઘર્ષમાં ચીની સૈનિકો પણ મરાયા હતા. પણ ચીને તેની માહિતી જાહેર નહોતી કરી. અમેરીકાના એક ગુપ્તચર રિપોર્ટ અનુસાર ત્યારે ચીનના પણ ૩૫  સૈનિકો માર્યા ગયા હતા.

(2:47 pm IST)