Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

શિવસેનાએ કંગના રણૌત વિરૂધ્ધ કરી FIR

મુંબઇને પાકિસ્તાન સાથે સરખાવવા બદલ રાજદ્રોહનો કેસ કરાયો દાખલ

મુંબઇ તા. ૮ : કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલ્લીને બોલી છે. તે મુંબઈના ડ્રગ્સ કનેકશનથી માંડી નેપોટિઝમ સહિતની તમામ બાબતે મન મુકીને બોલી છે. જેને પગલે કંગના અને સંજય રાઉત સામ સામે શબ્દ યુદ્ઘ પણ જામ્યુ છે. ત્યારે કંગનાને મુંબઈન ન આવવાની સંજય રાઉતની ટ્વીટ પર કંગનાએ મુંબઈની પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું. જેને પગલે શિવસેનાએ કંગના સામે ફરિયાદ નોંધાવી છે.

શિવસેનાએ કંગનાના PoK વાળા નિવેદન મુદ્દે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ મુંબઇની PoK સાથે સરખામણી કરી હતી. થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઙ્ગશિવસેનાએ કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધાવવાની માંગ કરી છે.

કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલા ટ્વિટનો જવાબ આપ્યો હતો, જેમાં સંજય રાઉતે કંગના પર મુંબઈ પોલીસનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવીને મુંબઈ પાછા ન ફરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર કંગના રાનૌતે ટ્વિટ કરીને લખ્યું - શિવસેનાના નેતા સંજય રાઉત મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મુંબઈ પાછા ન આવવાની સલાહ આપી રહ્યા છે. મુંબઈની ગલીઓમાં આઝાદી બાદ હવે આ ખુલ્લો ખતરો છે. મુંબઈ પીઓકે ઙ્ગકેમ લાગે છે? આ સાથે જ કંગનાના આ નિવેદનથી બોલિવૂડ હસ્તીઓ પણ ગુસ્સે થઈ ગઈ છે. ઘણાએ મુંબઈ વિશે ટ્વીટ કરીને કંગનાને જવાબ આપ્યો છે. કંગનાએ ટ્વિટમાં કહ્યું હતું કે, 'શિવસેના લીડર સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને મને કહ્યું છે કે, મુંબઈ પરત ન આવ, મુંબઈની શેરીઓમાં આઝાદી ગ્રૈફિટી અને ખુલી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલિંગ શા માટે આપી રહ્યું છે?' ઉલ્લેખનીય છે કે અનેક બોલીવુડ સ્ટાર્સે કંગનાના આ નિવેદનને વખોડ્યુ હતુ.

બીએમસીના અધિકારીઓએ જબરદસ્તીથી મારી ઓફિસ કબ્જે કરી હતી : કંગના

કંગના રણૌતે વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે મુંબઇમાં આવેલી તેમની ઓફિસને કર્મચારીઓએ જબરદસ્તીથી કબ્જામાં લઇને તપાસ કરવા લાગ્યા

(2:53 pm IST)