Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લડાખ સરહદે કંઇ ગંભીર બન્યુ છે ?

ચૂસુલના 'મુખપરી'ની ટોચે ૪૦ ચીની સૈનીકો અને ભારતીય સૈનિકો આમને સામને: ભારે સ્ફોટક સ્થિતિ

લદાખના ચૂસુલ ક્ષેત્રમાં આવેલ ''મુખપરી'' પર્વતની ટોચે ભારત-ચીનના સૈનીકો તદન આમને-સામને આવી ગયાના અહેવાલો બપોરે મળે છે.

૪૦ જેટલા ચીની સૈનીકો (પીએલએ) ભારતની ફોરવર્ડ પોસ્ટની ખુબ જ નજીક સામસામે આવી ગયાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે.

અત્યારની સ્થિતિ અત્યંત સ્ફોટક છે. કંઇપણ બની શકે છે. સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે. ટવીટર ઉપરના અહેવાલ મુજબ લદાખ સરહદે કોઇ ઘટના સર્જાયાનું જાણવા મળે છે.

(2:55 pm IST)
  • આજે મોડી સાંજે મુંબઈ સહિત મહારાષ્ટ્ર પર વાદળો ઘેરાયેલા છે. નાસિક સહિત ઠેર ઠેર વરસાદ પડ્યો છે. ગોવા ઉપર પણ વાદળા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાત વાદળામુક્ત દેખાય છે. access_time 7:34 pm IST

  • કોન્‍ટેક્‍ટલેસ ચેક-ઈન સિસ્‍ટમ્‍સ : મુંબઈ એરપોર્ટે તેના મુસાફરો માટે સંપર્કવિહોણું (કોન્‍ટેક્‍ટલેસ) ચેક-ઈન સિસ્‍ટમ્‍સ અમલમાં મૂકી છે access_time 6:02 pm IST

  • કંગના રનૌત ડ્રગ્સ લ્યે છે? કંગના વિરૂદ્ધ ડ્રગ્સ અંગે તપાસ હાથ ધરતી મુંબઈ પોલીસ : મોટો વિસ્ફોટ : મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યુ છે કે મુંબઈ પોલીસે કંગના રનૌત વિરૂદ્ધ ડ્રગ્સ લેવા અંગે તપાસ હાથ ધરી છે : આમ રિયા પછી હવે કંગના રનૌત પણ ડ્રગ્સના સાણસામાં સપડાઈ રહ્યાના નિર્દેશો મળે છે access_time 2:53 pm IST