Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

નવા ૪૮ રિપોર્ટ પોઝિટિવઃ કુલ કેસ ૩૯૧૦

ગઇકાલે અધધધ ૨૧૮ દર્દીઓ સાજા થતા કુલ ૨૨૩૧ લોકો ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૫૭.૭૬ ટકા

રાજકોટ,તા.૮: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૮ પોઝીટીવ કેસ મળી આવતા  કુલ  કેસનો આંક ૩૯૧૦એ પહોંચયો છે.નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો રહ્યો છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૯૧૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૨૨૩૧ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૭.૭૬ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૫૪૮૫ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૭૫  ટકા થયો  હતો. જયારે ૨૧૫ દર્દીઓ સાજા થયા હતા.  છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૯૬,૦૯૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯૧૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૦૧ ટકા થયો છે.

(3:03 pm IST)