Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભારત માટે મોટી ખુશખબરીઃ રશિયાએ નાગરિકો માટે બહાર પાડી વેકસીન

સ્પુટનીક V જારી કરીઃ બધી ગુણવત્તાની તપાસમાં પાસ

મોસ્કો, તા.૮: રશિયાએ પોતાના નાગરિકો માટે દુનિયાની પહેલી કોરોના વાયરસ રસી સ્પુટનીક વી ની પહેલી ખેપ સામાન્ય નાગરિકો માટે રજૂ કરી દીધી છે. રૂસી સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ રૂસી વેકસીન એ તમામ ગુણવત્તા તપાસને પાર કરી લીધી છે અને હવે તેને સામાન્ય નાગરિકોને આપવા માટે રજૂ કરી દીધી છે. રૂસી રસીનું આ સપ્તાહે ત્રીજા તબક્કાનું કિલનિકલ ટ્રાયલ શરૂ થવા જઇ રહ્યું છે.

આની પહેલાં રવિવારના રોજ મોસ્કોના મેયર સર્ગેઇ સોબયાનિને આશા વ્યકત કરી કે રાજધાનીના મોટાભાગના લોકોને આવનારા થોડાંક મહિનાની અંદર કોરોના વાયરસની રસી અપાશે. આપને જણાવી દઇએ કે રૂસની કોરોના વાયરસ વેકસીન સ્પૂતનિક વીના અંતિમ તબક્કાનું કિલનિકલ ટ્રાયલ આ મહિનાથી ભારતમાં શરૂ થશે. વેકસીન બનાવા માટે ફંડ એકત્રિત કરનાર એજન્સી રશિયન ડાયરેકટર ઇન્વેસ્ટ ફંડના સીઇઓ કિરિલ દિમિત્રિજ એ કહ્યું કે આ રસીનું કિલનિકલ ટ્રાયલ ભારત સહિત યુએઇ, સાઉદી અરબ, ફિલિપાઇન્સ અને બ્રાઝિલમાં આ મહિનાથી શરૂ થઇ જશે.

તેમણે એમ પણ કહ્યું કે રસીના ત્રીજા તબક્કાનું કિલનિકલ ટ્રાયલ પ્રાઇમરી રિઝલ્ટ ઓકટોર-નવેમ્બરમાં રજૂ કરી દેવાશે. આ કોરોના રસીને રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૧૧ આઙ્ખગસ્ટના રોજ લોન્ચ કરાઇ હતી. આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રૂસી રક્ષા મંત્રાલયની સાથે મળીને અડેનોવાયરસનો બેઝ બનાવીને તૈયાર કરી છે. રશિયન ડાયરેકટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ રસીનું ઉત્પાદન ભારત, દક્ષિણ કોરિયા, બ્રાઝીલ, સાઉદી અરબ, તુર્કી અને કયુબામાં કરાશે.

એ પણ કહ્યું કે રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ સાઉદી અરબ, યુએઇ, બ્રાઝીલ, ભારત અને ફિલિપાઇન્સ સહિતના કેટલાંય દેશોમાં કરાવાની યોજના છે. રૂસે કહ્યું કે રસીનું મોટાપાયે ઉત્પાદન સપ્ટેમ્બર ૨૦૨૦જ્રાક્ન શરૂ થવાની આશા છે. ભવિષ્યની યોજનાઓમાં ૨૦૨૦દ્ગક્ન અંત સુધીમાં રસીના ૨૦ કરોડ ડોઝ બનાવાનો લક્ષ્યાંક છે. તેમાંથી ૩ કરોડ રસી માત્ર રૂસના લોકો માટે હશે.

રૂસની વેકસીના સામાન્ય શરદી-તાવ પેદા કરનાર adenovirus પર આધારિત છે. આ વેકસીનને આર્ટિફિશિયલ તરીકે બનાવાઇ છે. આ કોરોના વાયરસ SARS-CoV-2 માં જોવા મળલા સ્ટ્રકચરલ પ્રોટીનની નકલ કરે છે તેથી શરીરમાં ઠીક એવા ઇમ્યુન રિસ્પોન્સ ઉભા થાય છે જે કોરોના વાયરસ ઇન્ફેકશનથી પેદા થાય છે. એટલે કે એક રીતે વ્યકિતનું શરીર ઠીક એ જ રીતે પ્રતિક્રિયા આપે છે જેવી પ્રતિક્રિયા તે કોરોના વાયરસ ઇન્ફેકશન થવા પર આપે છે પરંતુ તેમાં તેને COVID-૧૯ના જીવલેણ પરિણામ ભોગવવા પડ્યા નથી. મોસ્કોની સેશેનોવ યુનિવર્સિટીમાં ૧૮ જૂનથી કિલનિકલ ટ્રાયલ શરૂ થયું હતું. ૩૮ લોકો પર કરાયેલા સ્ટડીમાં આ રસી સુરક્ષિત જોવા મળી છે. તમામ વોલેન્ટિયર્સમાં વાયરસની વિરૂદ્ઘ ઇમ્યુનિટી પણ જોવા મળી.

(3:04 pm IST)