Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

LAC પર ટેન્શન છતાં ભારતે દર્શાવી માનવતા : ચીનને પરત કર્યા ૧૩ યાક-૪ બચ્ચા

લડાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ટેન્શન વચ્ચે ભારત માનવતાનો સંદેશ પણ આપી રહ્યું છે. આજે ચીનને તેની ૧૩ યાક અને ૪ બચ્ચા પરત કર્યા હતાં. આ બધા એલએસી પાર કરી અરૂણાચલમાં ઘુસી આવ્યા હતાં. બાદમાં ચીને ભારતનો આભાર પણ માન્યો હતો. ભારતીય સૈન્યના પૂર્વી કમાને એક ટવીટ કરી ઘટનાનો ફોટો જારી કર્યો છે જેમાં જવાનો યાક પરત કરતા દેખાય છે. આ દરમ્યાન ભારતીય સૈનિક ત્રિરંગો લઇને પણ ઉભેલા નજરે પડે છે. ૭મીએ ૧૩ યાકઆને તેના ૪ બચ્ચા પરત પરત ફર્યા  હતાં. આ બધા ૩૧મી ઓગષ્ટે કાચેંગમાં આવી ગયા હતાં.

(3:33 pm IST)