Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ઓવર સ્પીડમાં અવ્વ્લ રહ્યું બેંગ્લોર

દેશના ટોચના ૫૩ શહેરોમાં હાઈ સ્પીડના લીધે મૃત્યુના આંકડા જાહેર કરનો NCRBનો રિપોર્ટ

બેંગ્લોર,તા.૮: દેશભરમાં વર્ષ ૨૦૧૯માં રોડ અકસ્માતમાં થયેલા મૃત્યુના આંકડામાં સૌથી વધુ મૃત્યુ હાઈ સ્પીડના લીધે થયેલા છે, ઓવર સ્પીડના લીધે ૫૫.૭૧% લોકો મૃત્યુ પામ્યા છે. એક રિપોર્ટને આધારે દેશના ટોચના ૫૩ શહેરોમાં સૌથી વધુ મૃત્યુ ૬૯૧ આંકડા સાથે બેંગલોર સૌથી આગળ રહ્યું છે. ઓવર સ્પીડને લીધે મૃત્યુના આંકડામાં બેંગ્લોર પછી બીજા નંબર ઉપર ચેન્નઈ ૬૬૮ મૃત્યુ, તો દિલ્હી ત્રીજા સ્થાને ૪૮૨ મૃત્યુ સાથે છે. ગુજરાતના અમદાવાદનું સ્થાન ચોથા સ્થાને છે અમદાવાદમાં ઓવર સ્પીડ સાથે મૃત્યુનો આંકડો ૪૩૪ છે. જયપુર શહેર સમગ્ર દેશમાં ૫માં થાન ઉપર છે, આ આંકડા છે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો NCRBના વર્ષ ૨૦૧૯ના.

આ રિપોર્ટ અનુસાર રાજકોટમાં અને શ્રીનગર ખાતે મૃત્યુના આંકડા એવું જણાવે છે કે ૧૦૦૫ મૃત્યુ ઓવર સ્પીડના લીધે થયા છે, અમદાવાદમાં ૯૯ %(૪૩૯ માંથી ૪૩૪ ) જયારે કોટા માં ૯૭.૮ % એટલે કે ૯૪ માંથી ૯૨ મૃત્યુ ઓવર સ્પીડના લીધે થયેલા છે. વર્ષ ૨૦૧૯માં ઓવરટેકના લીધે સૌથી વધુ ૯૩૧૪ મૃત્યુ કર્ણાટકમાં માં થયા છે. દેશમાં ઓવર સ્પીડના લીધે કુલ ૮૬૨૪૧ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી ૧૦.૮ % મૃત્યુ માત્ર કર્ણાટકમાં થયેલ છે. ત્યારબાદ તામિલનાડુમાં ૧૦.૨% (૮૮૩૨), મહારાષ્ટ્રમાં ૭૭૪૯ મૃત્યુ સાથે ત્રીજા સ્થાને અને મધ્યપ્રદેશ ૬૬૬૯ મૃત્યુ સાથે ચોથા સ્થાને છે.

અમદાવાદમાં ૨૦%  સુધીનો વધારો

વર્ષ ૨૦૧૮ની તુલનામાં અમદાવાદમાં ઓવર સ્પીડના લીધે મૃત્યુના આંકડામાં ૨૦% સુધીનો વધારો થયેલો જોવા મળ્યો છે. ૨૦૧૮માં અમદાવાદમાં રોડ અકસ્માતમાં કુલ ૩૭૩ મૃત્યુ છે જેમાંથી ૨૯૩ મૃત્યુ ઓવર સ્પીડના કારણે થયા છે. સૂરતમાં ૨૦૧૮ની તુલનામાં ૨૦૧૯માં ૯.૨૪% વધુ લોકોએ ઓવર સ્પીડના કારણે જીવ ગુમાવ્યો છે. ૨૦૧૮માં ૩૧૮ લોકોમાંથી ૨૭૧ના મૃત્યુ થયા છે.

વાહનોના એન્જીનીયરીંગ ઉપર ભાર મુકવાની જરૂર

ભારતમાં વાહનોના એન્જીનીયરીંગ ઉપર ખાસ ભાર મુકવાની જરૂર છે. દેશ તેમજ ગુજરાતના વિકાસમાં રસ્તાઓ સારા બન્યા છે તેવામાં ઓવર સ્પીડના બનાવ વધવા લાગ્યા છે, વધુ ઝડપી ગતિએ વાહનો ચલાવવાથી તેને કાબુમાં લેવા મુશ્કેલ બની રહે છે અને લોકો મૃત્યુને ભેટે છે. વાહનોમાં ઝડપી પીકઅપ ટેકનોલોજી લોકોના જીવ જોખમમાં મૂકે છે. બ્રેકની ટેકનોલોજીના લીધે પણ વધુ જોખમ ઉભું થયું છે. અમિત ખત્રી : માર્ગ સલામતી નિષ્ણાંત, અમદાવાદ

(3:55 pm IST)