Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

રિયા ચક્રવર્તી અને ભાઇ શોવિક ચક્રવર્તી એકબીજાને જોઇને રડવા લાગ્‍યાઃ રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સામે ફીરયાદ કરી

મુંબઇ: આજે પણ NCB ઓફિસમાં રિયાની પૂછપરછ ચાલી રહી છે. NCB કમિશનર રિયાથી સવાલ કરી રહ્યાં છે, સૂત્રોના જણાવ્યા અનુસાર રિયા અને બાકી આરોપીઓનો આમનો સામનો થઇ શકે છે. મોટા સમાચાર આવી રહ્યાં છે કે, રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેન પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવી છે.

મુંબઇ પોલીસ પાસે પહોંચી રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં ડોક્ટર તરૂણ કુમાર સામે પણ રિયાએ ફરિયાદ નોંધાવી છે. દવાઓની ખોટી રીતે ભલામણ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

જેમણે સુશાંતના મોતનું રચ્યું ષડયંત્ર

સુશાંતસિંહ રાજપૂતનું મોત હવે રહસ્યમય બન્યું છે. જેમાં માત્ર સસ્પેન્સ જ સસ્પેન્સ છે. કોઈને ખબર નથી કે સત્ય શું છે, સિવાય તે થોડા લોકો કે જેમણે સુશાંતના મોતનું ષડયંત્ર રચ્યું હતું. સુશાંત સિંહ કેસમાં સીબીઆઈ અને ઇડી સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસ પણ ચાલી રહી છે. આજે સૌથી મોટી આરોપી રિયાની પૂછપરછનો બીજો દિવસ છે.

જ્યારે રડવા લાગ્યા રિયા અને તેનો ભાઇ શોવિક

રવિવારના એનસીબીએ લગભગ 5 કલાક સુધી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે રિયા ચક્રવર્તીનો સામનો તેના ભાઇ શોવિકથી થયો તો બંને રડવા લાગ્યા હતા.

સૂત્રોનું માનીએ તો રવિવારે રિયાએ જે જવાબ આપ્યા તેના આધાર પર આજે supplimentary question બનાવવામાં આવ્યા છે. આજે સવાલોની શરૂઆત ગઇકાલે પૂછવામાં આવેલા કેટલાક સવાલોથી કરવામાં આવી. એનસીબી આ જાણવા ઇચ્છે છે કે ગઇકાલના જવાબ અને આજના જવાબમાં કેટલી સમાનતા છે. સાથે જ રિયાએ ગઇકાલે કેટલાક ડોક્યુમેન્ટ લાવવા માટે કહ્યું હતું, જે તે આજે લઇને પહોંચી છે.

NCBની કસ્ટડીમાં કોણ કોણ છે?

સૌથી છેલ્લે તપાસ શરૂ કરનાર એજન્સી NCBએ સૌથી પહેલા સૌથી મોટું એક્શન લીધું. NCBએ સુશાંત કેસમાં ગતી અને તૈયારી બંને દેખાડી છે. ઝડપી પૂછપરછ કરી, ઝડપી દરોડા પાડ્યા અને તાબડતોડ ધરપકડ કરી. તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં NCBની કસ્ટડીમાં કોણ-કોણ છે.

શોવિક ચક્રવર્તી (રિયાનો ભાઇ)

સેમ્યુઅલ મિરાંડા (સુશાંતનો હાઉસ મેનેજર)

જૈદ વિલાત્રા, ડ્રગ્સ પેડલર (જેનો ચેટમાં ઉલ્લેખ છે)

વાસિત પરિહાર, ડ્રગ્સ પેડલર (આનો પણ ચેટમાં ઉલ્લેખ છે)

દીપેશ સાવંત (સુશાંતનો પૂર્વ હાઉસ સ્ટાફ)

સૂત્રોના અનુસાર, દીપેશ સાવંત NCBનો સરકારી સાક્ષી બનવા તૈયાર થઇ ગયો છે. સાથે જ દીપેશ સાવંતે NCB સામે કેટલીક મહત્વની વાતનો સ્વિકાર કર્યો છે. આ વાત ક્યાંકને ક્યાંક NCB માટે મોટી સફળતા સાબિત થઇ શકે છે. અત્યાર સુધી NCBએ ઘણાં ડ્રગ પેડલરની પણ પૂછપરછ કરી છે, તેમાં ઘણા ખુલાસા થયા છે.

આ ખૂબ જ હાઇ પ્રોફાઇલ કેસમાં તપાસ કરવી સરળ નહોતું, પરંતુ દેશની ત્રણ તપાસ એજન્સીઓએ સંપૂર્ણ તૈયારી અને સમજ સાથે કામ કર્યું અને એકબીજાને મદદ કરી.

(4:21 pm IST)