Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કોરોના પોઝીટીવ આવતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આગામી તમામ કાર્યક્રમો રદ્દઃ સંપર્કમાં આવેલા મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકરોમાં ફફડાટ

ગાંધીનગરઃ આજે ભાજપના પ્રવકતા ભરત પંડ્યા બાદ હવે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનામાં સપડાયા હતા. તેવામાં હવે પાટીલના સંપર્કમાં આવેલા મંત્રીઓ, ધારાસભ્યો, કાર્યકરો અને સામાન્ય લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં તેના સંપર્કમાં આવેલા નેતાઓના કોરોના ટેસ્ટ થશે કે નહીં તે એક મોટો સવાલ છે.

સી.આર. પાટીલને રેલીમાં કોરોનાના કાયદાનું પાલન ન થયુંઃ કોંગ્રેસ

ત્યારે હવે વિપક્ષે પણ ભાજપ અને પાટીલ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે, કોરોનાના કાયદાનુ પાલન જ ન થયું. જગન્નાથ યાત્રા સમયે કોરોના ડર બતાવ્યો હતો. CR પાટીલની યાત્રામાં લોકોની ભીડ જોવા મળતી હતી.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

(4:51 pm IST)