Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

લોકડાઉન બાદ પ્રથમ વખત તિરુપતિ મંદિરમાં આવ્યુ કરોડોનું દાન

મંદિર ખુલ્યા બાદ પહેલીવાર કરોડથી વધુનું દાન આવ્યું

નવી દિલ્હી : લોકડાઉન પછી પહેલી વખત તિરુપતિ બાલાજી મંદિરમાં શનિવારે એક જ દિવસમાં એક કરોડ રૂપિયાથી પણ વધારેનું દાન આવ્યું છે. દેશના તમામ મંદિરોની તુલનામાં આ મંદિરને સૌથી વધુ રોકડ, ઘરેણાં અને અન્ય દાન મળે છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટીટીડીએ આપી છે. લોકડાઉન અને કોરોનાના કારણે ભક્તોને મંદિરમાં જવા દેવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 11 જૂને મંદિર ફરીથી તીર્થયાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. મંદિર ફરીથી ખોલ્યા બાદ હુંડીમાં એક દિવસમાં 1 કરોડનું દાન પહેલીવાર આવ્યું છે.

TTD એ શનિવારે 13,486 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી અને તેમના પ્રસાદની ગણતરી કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તિરૂપતિ મંદિર દેશનું સૌથી ધનિક મંદિર છે

(6:28 pm IST)