Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી ૧૦.૫ ટકા રહેશે: ભારતનું અર્થતંત્ર ખતમ : ફિચઃ જૂનમાં જીડીપી માઈનસ ૨૩.૯૦ ટકા

નવી દિલ્હી: ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ફિચે ભારતના અર્થતંત્રને લઈને કરેલુ અનુમાન ખતરનાક છે. ભારતીય અર્થવ્યવસ્થા પૂરેપૂરી રીતે ખતમ થઈ ગઈ છે. ફિચના અનુમાન પ્રમાણે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી માઈનસ ૧૦.૫ ટકા રહી શકે છે. જૂનના ક્વાર્ટરમાં જીડીપી માઈનસ ૨૩.૯ ટકા રહ્યા બાદ ભારત માટે આ અનુમાન આંચકાનજક છે. ફિચનું કહેવું છે કે, ઈકોનોમી લોકડાઉન ખુલ્યા બાદ ઓક્ટોબર થી ડિસેમ્બરના ક્વાર્ટરમાં જીડીપીમાં મજબૂત સુધારો થવો જોઈએ પણ સંકેત એવા મળી રહ્યા છે કે, ઈકોનોમીમાં સુધારો થવાની ગતિ ધીમી રહેશે.

ફિચે પહેલાં ભારત માટે માઈનસ પાંચ ટકા જીડીપી ગ્રોથનું અનુમાન કર્યું હતું. ફિચનું કહેવું છે કે, ભારતની રિયલ જીડીપી ૨૬.૯૦ લાખ કરોડ રૂપિયા રહી છે. જ્યારે ગયા વર્ષે આ સમય દરમિયાન જીડીપી ૩૫.૩૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.આમ જીડીપીમાં થયેલો ઘટાડો લગભગ ચોથા ભાગ જેટલો છે.

(9:57 pm IST)