Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ભારતમાં કોરોનાના કેસનો આંકડો ૪૩ લાખની નજીક

દેશમાં ઝડપથી વધતું મહામારીનું સંક્રમણઃ ૭૨ હજારથી વધુ મોત : કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા ૮,૮૩,૬૯૭ છે જ્યારે ૩૩,૨૩,૯૫૧ લોકો સાજા થયા

નવી દિલ્હી, તા. ૮: ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા ૭૫,૮૦૯ કેસ આવ્યા છે. આ સાથે જ ભારતનો કોરોના વાઇરસના સંક્રમિતોનો કુલ આંકડો ૪૩ લાખની પાસે પહોંચી ગયો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૨,૮૦,૪૨૩ થઈ ગઈ છે. ભારત કોરોના વાઇરસના મામલે હાલ વિશ્વમાં બીજા નંબરે છે. અમેરિકામાં સૌથી વધુ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે કુલ ૭૨,૭૭૫ લોકોનાં મોત થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૧,૧૩૩ લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. હાલ ભારતમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા ૮,૮૩,૬૯૭ છે જ્યારે ૩૩,૨૩,૯૫૧ લોકો અત્યારસુધીમાં સાજા થયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૭૦૯૪૭૭૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮૮૩૦૭૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૮૧૨૬૫૪૮ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૦૮૫૧૪૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

(9:58 pm IST)