Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

21 સપ્ટેમ્બરથી 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી ખુલશે: આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા જાહેર

શાળા ખોલવાનું સ્વૈચ્છીક ધોરણે કરાશે : વિદ્યાર્થીઓની શાળા મુલાકાત લેવા તેના માતાપિતાનો મંજૂરીપત્ર રજૂ કરવાનો રહેશે

નવીદિલ્હી : સ્કૂલ ફરીથી ખોલવા માર્ગદર્શિકા જાહેર કરાઈ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2020 થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.
આ મહિનાની શરૂઆતમાં જ બહાર પાડવામાં આવેલા અનલોક 4ની માર્ગદર્શિકાને અનુસરીને, વર્ગ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્વૈચ્છીક હાજર રહેવા અથવા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને મૂંઝવણ, શંકાઓને દૂર કરવા અને તેમના શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરવા સ્વૈચ્છિક ધોરણે શાળાઓમાં હાજરી આપી શકશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા મુજબ, સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ફરીથી ખોલવા માટેના સામાન્ય સાવચેતીના પગલા લેવાના રહેશે

શાળાઓ ફરીથી ખોલવાનું કામ સ્વૈચ્છિક ધોરણે કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન શાળાઓની મુલાકાત લેવા માટે તેમના માતાપિતા દ્વારા સહી કરેલી મંજૂરીપત્ર રજૂ કરવાનો રહેશે

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા મુજબ, સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ફરીથી ખોલવા માટેના સામાન્ય સાવચેતીના પગલા નીચે મુજબ છે:

શિક્ષકો અને વિદ્યાર્થીઓએ 6 ફૂટનું શારીરિક અંતર જાળવવું

* શાળાના પરિસરમાં હોય ત્યારે ફેસ માસ્ક અને ફેસ કવર ફરજિયાત છે
* હેન્ડ હાઈજીન- હાથની સ્વચ્છતા માટે સાબુથી વારંવાર હાથ ધોવા  અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું અચૂક રાખવું પડશે.
* ખાંસી / છીંક આવે ત્યારેમોઢું અને નાક કવર કરવા બાબતનું કડક પાલન કરવાનું રહેશે
* સ્વાસ્થ્યનું જાતે નિરીક્ષણ રાખવાનું અને માંદગી હોય તો વહેલામાં અહેવાલ આપવાનો રહેશે
* આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું અને ઉપયોગ કરવાની સલાહ આપવી
* માત્ર કંટેનમેન્ટ ઝોનની બહાર આવતી શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી છે
* કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકોને શાળામાં આવવાની મંજૂરી નથી
* વિદ્યાર્થીઓને, શિક્ષકોને સલાહ આપવામાં આવે છે કે કન્ટેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા કોઈપણ ક્ષેત્રમાં જવું નહિ
* સમગ્ર શાળા કેમ્પસ, જેમાં તમામ પ્રકારની પ્રયોગશાળાઓ, સહિતના વિવિધ ઉપયોગમાં લેવાતા વિભાગો 1% સોડિયમ હાયપોક્લોરાઇટ સોલ્યુશનથી સેનેટાઇઝ કરવામાં આવશે.

*  ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતી શાળાઓને ડીપ સેનેતાઈઝ અને સ્વચ્છ કરવામાં આવશે
* ૫૦% ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફને શાળામાં આવવાની મંજૂરી રહેશે..
* વર્ગ 9 થી 12 ના વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક ધોરણે શાળાઓની મુલાકાત લેવાની મંજૂરી રહેશે
* શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કોન્ટેક્ટલેસ હાજરી પુરવાની પદ્ધતિ તૈયાર કરવી અને તેનો અમલ કરવો
* સ્કૂલની પ્રિમાઇસીસની બહાર ભીડને નિયંત્રિત કરવા માટે મારકિંગ્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવે

   
(11:34 pm IST)