Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સાવધાન !! : રાજ્યમાં હવે હેલ્મેટ નહીં પહેરનાર સામે કાર્યવાહીના આદેશ : કાલથી રાજ્યભરના શહેરોમાં ડ્રાઈવ : 20મી સુધી હેલ્મેટ ભંગના કેસ કરવા તાકીદ

રોડ સેફટીની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ : હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરી મોકલી દેવા સૂચના

અમદાવાદ : રાજ્યમાં હવે હેલ્મેટ નહિ પહેરનાર સામે ફરીવાર કાર્યવાહી શરુ કરાશે , રોડ સેફટી અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યમાં અકસ્માતના બનાવોમાં હેલ્મેટ નહીં પહેરનાર લોકોનો મૃત્યુદર તેમજ ગંભીર ઇજા પામવાના કેસમાં વધારો થતા કાલથી તા. 20 સુધી હેલ્મેટ અંગે ડ્રાઈવ રાખવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો છે.

કાલે તા,9થી તા, 20 સુધીમાં રાજ્યભરના શહેરોમાં ડ્રાઈવ યોજીને હેલ્મેટ નહિ પહેરનાર સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઈ છે હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરી મોકલી દેવા સૂચના આપી છે.

(12:36 am IST)