Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર

ઉપન્યાસ પૈરાડાઇઝ લેખકના રૂપમાં ઓળખ અપાવી : તંજાનિયાના સાહિત્યકારને ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરાયા

સ્ટોકહોમ, તા. : વર્ષ ૨૦૨૧ નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે.

અબ્દુલરજક ગુરનાહનો જન્મ ૧૯૪૮ માં થયો હતો અને તેમનો ઉછેર જંજીબાર દ્વીપ પર થયો હતો. પરંતુ ૧૯૬૦ ના દાયકાના અંતમાં એક શરણાર્થીના રૂપમાં તે ઇગ્લેંડ પહોંચ્યા. ગુરનાહના ચોથા ઉપન્યાસ 'પૈરાડાઇઝ'  (૧૯૯૪) તેમને એક લેખકના રૂપમાં ઓળખ અપાવી હતી. તેમણે ૧૯૯૦ની આસપાસ પૂર્વી આફ્રીકાની એક શોધ યાત્રા દરમિયાન લખી હતી. એક દુખદ પ્રેમ કહાની છે જેમાં વિભિન્ન દુનિયા અને માન્યતા એકબીજા સાથે ટકરાઇ છે.

(12:00 am IST)