Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મહારાષ્ટ્રના દરોડાઓ દરમિયાન બિઝનેસમેન, મિડલમેન અને રાજકારણીઓની મોટી સિન્ડિકેટનો પર્દાફાશ: રોકડની હેરાફેરી માટે આંગડીયાનો ઉપયોગ: એક હજાર કરોડથી વધુ રકમના વ્યવહારો બહાર આવ્યા

આજે મહારાષ્ટ્રમાં આવકવેરા ખાતાએ મોટા પાયે દરોડા પાડયા છે ત્યારે રસપ્રદ વિગતો બહાર આવી રહ્યાનું ન્યૂઝફર્સ્ટ નોંધે છે. આવકવેરા ખાતાએ કહ્યું છે કે મહારાષ્ટ્રના કેટલાક બિઝનેસમેન અને મિડલમેન તથા જાહેર હોદા ધરાવતા કેટલાક લોકોની મોટી સિન્ડિકેટ તેમને મળી આવી છે.
આજે આવકવેરા ખાતાએ ડાયનેમિક્સ અને ડીબી રિયાલિટીના પ્રમોટરોના નિવાસસ્થાન અને ઓફિસો ઉપર દરોડા પાડયા છે..
આવકવેરાના દરોડાઓ ડાયનેમિક્સ અને ડિબી રિયાલિટી ફન્ડેડ સુગર મિલો ખાતે ચાલુ છે.
મુંબઈ-પુણે-નાગપુર સહિતના શહેરોમાં ૫૦ સ્થળોએ દરોડા પડ્યા છે. આ સર્ચ દરમિયાન ૧૦૫૦ કરોડના કુલ વ્યવહારો  મળી આવ્યા છે. રોકડની ફેરફેરી માટે વચેટિયાઓ દ્વારા આંગડિયાનો ઉપયોગ થયો છે અને આ સર્ચ દરમિયાન એક આંગડીયાને ત્યાંથી દોઢ કરોડની રકમ કબજે લેવામાં આવી છે. *ન્યૂઝફર્સ્ટ..

(12:00 am IST)