Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોહન ડેલકરના પત્ની ઉદ્ધવજીની હાજરીમાં શિવસેનામાં જોડાયા: દાદરા નગર હવેલીની પેટા ચૂંટણી લડશે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવજી ઠાકરે અને સાંસદ સંજય રાઉતની હાજરીમા દિવંગત સાંસદ મોહન ડેલકરના ગ્રેજ્યુએટ પત્ની કલાબેન અને પુત્ર અભિનવ ડેલકર શિવસેનામા જોડાયા: ૭ વખત સાંસદ રહેલા, ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાંથી ચૂંટાયેલા અને ભેદી સંજોગોમાં આત્મહત્યા કરનાર મોહન ડેલકરના અવસાન બાદ ખાલી પડેલી દાદરા નગર હવેલીની બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર તરીકે આગામી પેટા ચૂંટણી લડશે. મોહન ડેલકારના અવસાન બાદ ખૂબ મોટી ધમાલ સર્જાયેલ.. મોટા ગજાના રાજકારણી સામે ગંભીર આક્ષેપો સુસાઇડ નોટમા કરેલ.

(9:33 am IST)