Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ભારતે વિદેશી પર્યટકોને ૧૫ મી ઓકટોબરથી પ્રવેશવાની પરવાનગી આપી

કમર્શિયલ ફલાઇટ્સના પ્રવાસીઓ માટે ૧૫ મી નવેમ્બરથી ટુરિસ્ટ વીઝા

નવી દિલ્હી,તા. ૮:  ભારતે વિદેશી પર્યટકોેને દેશમાં પ્રવેશવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. શરૂઆત ચાર્ટર્ડ ફ્લાઇટના પ્રવાસીઓને ૧૫મી ઓકટોબરથી જયારે કમર્શિયલ ફલાઇટ્સના પ્રવાસીઓ માટે ૧૫મી નવેમ્બરથી ટુરિસ્ટ વીઝા આપીને કરવામાં આવશે.

કેન્દ્રના ગૃહ મંત્રાલયે ગઇ કાલે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળાને કારણે માર્ચ ૨૦૨૦થી વીઝા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ હળવા કરાયા છે.

વિવિધ માહિતીને ધ્યાનમાં લીધા બાદ મંત્રાલયે ચાર્ટર્ડ ફ્લાઇટો દ્વારા ભારત આવી રહેલા વિદેશીઓને ૧૫મી ઓકટોબર ૨૦૨૧થી નવેસરથી વીઝા આપવાનો નિર્ણય લીધો હોવાની વાત મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાઇ હતી.

ચાર્ટર્ડ ફ્લાઇટ સિવાય અન્ય વિમાનો દ્વારા ભારતમાં પ્રવેશવા માગતા વિદેશીઓ ૧૫મી નવેમ્બર ૨૦૨૧થી જ નવા પર્યટકો માટેના વીઝા લઇને પ્રવેશી શકશે.

(10:02 am IST)