Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રીઝર્વ બેન્કે IMPS દ્વારા ટ્રાન્સફરની રકમ વધારી દરરોજની ૫ લાખ કરી

ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા અંગે નવા નિયમ

નવી દિલ્હી, તા.૮: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાશે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫ લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેકશન કરી શકશે. આ પહેલા આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે

ભારતમાં ઓનલાઈન બેન્કિંગના માધ્યમથી ક્યારેય પણ ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતે ઓનલાઈન બેન્કિંગથી પૈસા મોકલવાની પણ ત્રણ રીતો છે. જેના દ્વારા એમાઉન્ટ ટ્રાન્સફર થાય છે. તેમાં આઈએમપીએસ, એનઈએફટી, આરટીજીએસનું નામ શામેલ છે.

IMPS  એટલે કે ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ. સરળ ભાષામાં કહીએ તો  IMPS દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવાને લઈને કોઈ પાબંદી નથી. તમે અઠવાડિયાના દરેક દિવસમાં ૨૪ કલાકમાં ક્યારેય પણ આઈએમપીએસ દ્વારા અમુક સેકેન્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક IMPS દ્વારા ૫ લાખ રૂપિયા સુધીની લેવડ-દેવડ કરી શકે છે. તે પહેલા આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. તમને જણાવી દઈએ કે IMPSથી પૈસા ટ્રાન્સફર કરવા પર ઘણી બેન્ક કોઈ ફી નથી લેતી.

(2:58 pm IST)