Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મધરાતે ધણધણી ઉઠ્યા લેહ અને મ્યાનમારઃ તીવ્રતા અનુક્રમે ૩.૮ અને ૫.૫

નવી દિલ્હી, તા.૮: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ટેની તીવ્રતા ૩.૮ આંકવામાં આવી હતી . જો કે તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન્હોતી. સાથે મોટું નુકસાન થયું નથી જે રાહતભર્યા સમાચાર છે.

મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની અસર ગુવાહાટી સુધી પડી હતી અને ત્યાં પણ હળવા આંચકા અનુભવાયા હતા.

લેહમાં ૧૨.૩૦ વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા ૩.૮ રહી હતી અને મ્યાનમારમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૫.૫ જેટલી નોંધાઈ હતી. મોટેભાગે ૫ થી વધારે તીવ્રતા હોય ત્યારે નુકસાનની સંભાવના વધારે રહેતી હોય છે. મ્યાનમારમાં મોનિવા વિસ્તારમાં ૧૨ વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હતો. જો કે ત્યાં પણ મોટું નુકસાન થયું હોવાના સમાચાર નથી.

આ અગાઉ એલચીમઆ પણ ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ધ્યાન રહે કે લેહમાં ગત કેટલાક મહિનાઓ સતત ભૂકંપના ઝટકા અનુભવ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા અહીં ૨૫ માર્ચે પણ ભૂકંપ આવ્યો હતો. ત્યારે આની તીવ્રતા ૩.૫ હતી. માર્ચની પહેલા ગત ૨૭ સપ્ટેમ્બર અને ફરી ૬ ઓકટોબરે કંપન અનુભવાયું હતુ. સપ્ટેમ્બરમાં આવેલા ભૂકંપની તીવ્રતા ૩.૭ અને ઓકટોબરમાં ૫.૧ હતા.

(3:00 pm IST)