Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

યુપી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કાલે અગિયાર વાગે મુખ્ય આરોપી આશિષ મિશ્રા ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ જશે: સુપ્રીમ કોર્ટે પુરાવાઓનો નાશ ન થાય તેની કાળજી લેવા આદેશ આપ્યા

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી કાન્ડમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોની હત્યા બાબતે સુપ્રીમ કોર્ટે આજે યુપી સરકારની કાર્યવાહીથી સખત નારાજગી દર્શાવી છે અને કહ્યું છે કે ઉત્તર પ્રદેશ સરકારના પગલાઓથી જરા પણ  સંતુષ્ટ નથી. લખીમપુર ખીરી હિંસા  મામલામાં જે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઇ છે તેમની ધરપકડ નહીં કરવા બાબતે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને સવાલ પૂછ્યો હતો કે આખરે તમે શું સંદેશ આપવા માગો છો? 

ઉત્તર પ્રદેશની યોગી સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહેલા ધારાશાસ્ત્રી હરીશ સાલ્વેએ અદાલતને  કહ્યું હતું કે આરોપી આશિષ મિશ્રા આવતીકાલે સવારે ૧૧ વાગે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થશે. એ પહેલા સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશની સરકારે ગઈકાલે ગુરુવારે, શુક્રવાર સુધીમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. 

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ઉત્તરપ્રદેશ સરકારને કહ્યું હતું કે જ્યાં સુધી કોઈ બીજી એજન્સી આ બનાવ સંભાળે નહીં ત્યાં સુધી કેસના પુરાવા સુરક્ષિત રાખવામાં આવે. કેસના પુરાવાનો નાશ ન થાય તે જોવા પણ કહ્યું છે.

 

(3:55 pm IST)