Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુબ્રમણ્યમ સ્વામી આઉટઃ ટ્વિટર પર પોતાના બાયોમાંથી ભાજપનો ઉલ્લેખ કાઢી જવાબ આપ્યો

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી

નવી દિલ્હી, તા.૮: ભાજપે તેના નવા રાષ્ટ્રીય કારોબારી વરણી કરી છે. તેમાં ઘણા દિગ્ગજ નેતાઓ એવા પણ છે કે જેમના નામ હવે રાષ્ટ્રીય કારોબારીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. વરુણ ગાંધી અને મેનકા ગાંધી સિવાય ભાજપે સુબ્રમણ્યમ સ્વામીને પણ રાષ્ટ્રીય કાર્યકરણીમાં જગ્યા નથી આપી. જે લઈને સુબ્રમણ્યમ સ્વામીએ કઈક અલગજ રીતે જવાબ આપ્યો છે.

ટ્વિટર પર તેમનો બાયો બદલીને તેમણે પોતાનો જવાબ આપ્યો છે. જેમા તેમણે પોતાને રાજ્યસભા સાંસદ, પૂર્વ કેબિનેટ મંત્રી, હાવર્ડથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને પ્રોફેસર લખ્યું છે. સૌથી મોટી વાત એજ છે કે સુબ્રમણ્યમ સ્વામીએ તેમના બાયોમાં ભાજપનો ઉલ્લેખજ નથી કર્યો.

બાયોમાં તેમણે એવું પણ લખ્યું છે કે મે તમને એવુંજ આપ્યું જેવું મને મળ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમનો સીધો નિશાનો ભાજપ પર છે. સુબ્રમણ્યમ સ્વામીને રાષ્ટ્રીય કારોબારીમાંથી હટાવ્યા પછી ટ્વીટર પર તેમને લઈને ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જેને લઈને હાલ સોશિયલ મીડિયામાં તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ૩૦૭ સદસ્યો સાથે રાષ્ટ્રીય કાર્યકરણીમાંથી મેનકા ગાંધી અને વરુણ ગાંધીને બહાર કરી દીધા છે. બંને નેતાઓ થોડાક દિવસોથી ભાજપની વિરુદ્ધમાં  નિવેદન આપતા હતા. જોકે હવે ભાજપે નવા રાષ્ટ્રીય કાર્યકરણીઓમાં ઘણા નવા ચહેરાઓને પણ શામેલ કર્યા છે. આ કારોબારીની વરણી ૨૦૨૪ની ચૂંટણીને લઈને કરવામાં આવી છે.

(3:56 pm IST)