Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

લિંકન ફાર્મા લિ.ને ઓસ્ટ્રેલિયન રેગ્યુલેટર ટીજીએ તરફથી મંજૂરી મળી

મંજૂરીઓથી કંપનીનું બિઝનેસ નેટવર્ક ૯૦થી વધુ દેશોમાં વધશેઃ હાલમાં કંપની ૬૦થી વધુ દેશોમાં નિકાસ કરે છે : મંજૂરીઓથી કંપનીનું બિઝનેસ નેટવર્ક ૯૦થી વધુ દેશોમાં વધશેઃ હાલમાં કંપની ૬૦થી વધુ દેશોમાં નિકાસ કરે છેઃ નાણાંકીય વર્ષ ૨૦૨૧માં નિકાસ વેચાણ વધીને ૬૫% થયું છે

મુંબઇ, તા.૮: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક એવી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ઓસ્ટ્રેલિયાની મેડિસિન અને મેડિકલ ડિવાઇસ રેગ્યુલેટર - થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) પાસેથી મંજૂરી મેળવી છે. ગુજરાતમાં ખાત્રજ ખાતે આવેલા કંપનીના ઉત્પાદન એકમને ટેબ્લેટ, કેપ્સ્યુલ અને ક્રીમ અને ઓઈન્ટમેન્ટ એમ ત્રણેય વિભાગો માટે ટીજીએ પાસેથી જીએમપી મંજૂરી મળી છે, જે કંપની દ્વારા ઉત્પાદિત ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની વિશાળ શ્રેણીને આવરી લેશે. કંપની ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયન બજારોમાં તેની ડર્મેટોલોજી, ગેસ્ટ્રો અને પેઇન મેનેજમેન્ટ પ્રોડકટ્સ સાથે પ્રવેશશે અને ધીમે ધીમે પ્રોડકટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરશે. આ સર્ટિફિકેશન જૂન ૨૦૨૩ સુધી માન્ય રહેશે.

ટીજીએ અને ઈયુ જીએમપી મંજૂરીઓ કંપનીની રેગ્યુલેટેડ માર્કેટ્સમાં હાજરીને વધુ મજબૂત બનાવશે. મે, ૨૦૨૦માં કંપનીને તેના ઉત્પાદન એકમ માટે જર્મની એફડીએ પાસેથી યુરોપિયન યુનિયન (ઈયુ) જીએમપી સર્ટિફિકેશન મળ્યું હતું જેનાથી કંપની ઈયુના તમામ ૨૭ સભ્ય દેશોમાં તેની પ્રોડકટ્સનું માર્કેટિંગ કરી શકશે અને યુરોપિયન ઈકોનોમિક એરિયા (ઈઈએ) દેશોમાં પણ વ્યાપાર કરી શકશે.

કંપની તેના ખાત્રજ એકમ ખાતે એન્ટી-ઈન્ફેકિટવ, રેસ્પિરેટરી સિસ્ટમ, ગાયનેકોલોજી, ડર્મેટોલોજી, ગેસ્ટ્રો, પેઈન મેનેજમેન્ટ, કાર્ડિયો અને સીએનએસ, એન્ટી-બેકટેરિયલ, એન્ટી-ડાયાબિટીક, એન્ટી-મેલેરિયા સહિતની વિવિધ રેન્જની ડ્રગ્સ બનાવે છે.

(3:57 pm IST)