Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વિર સાવરકરને બિહારની સૌથી મોટી પાર્ટી આર.જે.ડી.એ ગદ્દાર કહેતા દેકારો

વિર સાવરકરને લઇને આર.જે.ડી. અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ

નવી દિલ્હી, તા. ૮ : વિનાયક દામોદર સાવરકરને લઈને વિભિન્ન રાજકીય પક્ષો પોતાના અલગ-અલગ વિચાર રાખે છે. કોઈ તેમને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે 'વીર' સાવરકર ગણાવે છે તો કોઈ અંગ્રેજોને આપેલા તેમના માફીનામાના કારણે તેમને ડરપોક અને અંગ્રેજો સાથે મળેલ હોવાનું સાબિત કરવાની કોશિશ કરે છે. આ વખતે સાવરકરને લઈને આરજેડી અને બીજેપી વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે.

ગુરૂવારે બિહારની સૌથી મોટી પાર્ટી આરજેડીએ ટ્વિટર પર લખ્યું, ઙ્કગદ્દાર સાવરકરના સંઘી ડરપોક કાર્યકર્તા જેમને ના ઈતિહાસની જાણકારી છે અને ના વર્તમાનની. આ કથિત જન્મતાત સર્વશેષ્ઠ લોક હંમેશા પીઠ બતાવીને દેશ સાથે ગદ્દારી કરતાં આવ્યા છે. નમહરામી તેમના ખુનમાં છે. અસલમાં દિલ્હીમાં હિન્દૂ સેનાના લોકો 'અકબર રોડ'નું નામ બદલીને સમ્રાટ હેમુ વિક્રમાદિત્ય માર્ગ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયાને ઈન્ટરવ્યું આપી રહેલા હિન્દૂ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા પોલીસને જોતા જ ભાગી ગયા હતા. આ બહાને આરજેડીએ સાવરકર પર હુમલો કર્યો છે.

આના જવાબમાં બીજેપી પ્રવકતા નિખિલ આનંદે પલટવાર કરતાં કહ્યું, ઙ્કજે પાર્ટી રાજકીય સત્તા પ્રાપ્તિને વ્યાપક સંપર્તિ મેળવવાનું માધ્યમ માને છે. જે પાર્ટીનો નેતા ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા કાપવાને સ્વરાજ કહે છે. તે રાજકીય દળ અને તેમના નેતાઓ પાસેથી ભારતીય ઈતિહાસ પર પ્રવચન જોઇતું નથી. આજનો ભારતીય ઈતિહાસ જે અંગ્રેજપરસ્ત, નેહરૂવાદી, વામપંથી ઈતિહાસ છે જેને દેશની આઝાદીના સમયના સ્વતંત્રતા સંગ્રામ ઈતિહાસના પાનાઓ ઉપર દલિત, આદિવાસી, ઓબીસી, ખેડૂત અને તે આઝાદીના મહાનાયકોને મિટાવી દીધા છે જેમને લોહી અને પરસેવો જ નહીં પરંતુ જીવ ન્યોછાવર કરી દીધા છે. તે ઉપરાંત બીજેપી નેતાએ ઈતિહાસને બીજી વખત લખવાની માંગ પણ કરી છે. નિખિલ આનંકે કહ્યું, દેશની આઝાદીમાં મિટાવી દેનારા પાનાઓમાં સાવરકર જેવા મહાન લોકો પણ છે જેમની ગાથા લોકોને ખબર નથી. વીર સાવરકરની સ્ટોરી આઝાદીના સમયની સૌથી દુૅંખદાયક અને હૃદયવિદારક ગાથાઓમાંથી એક છે જેને દરેક રાષ્ટ્રવાદી ભારતીયને જાણવી જોઈએ. ભારતીય ઈતિહાસના પુનલેખનની ખુબ જ મોટી જરૂરત છે.

(3:58 pm IST)