Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ચન્ની ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ડુબાડી દેશે : મને સીએમ બનાવ્યો હોત તો સફળતા જોવા મળત : નવજોતસિંહ સિધ્ધુ

પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ

નવી દિલ્હી,તા.૮ : પંજાબ કોંગ્રેસમાં ભડકેલી આગ શાંત થઈ રહી નથી. કોંગ્રેસનુ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી ચુકેલા નવજોત સિદ્ધૂ પોતાના નિવેદનો થકી કોંગ્રેસને પ્રતિદિવસ આગ લગાવતા રહે છે.

સિદ્ધૂએ હવે પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્ની માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ અંગેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે સિદ્ધૂ આ વિડિયોમાં કહેતા સંભળાય છે કે, ચન્ની ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસને ડુબાડી દેશે. મને સીએમ બનાવ્યો હોત તો જોવા મળત  કે કેવી સફળતા પ્રાપ્ત થાય છે.

સિદ્ધૂ અને બીજા નેતાઓ લખીમપુર માર્ચ માટે રવાના થવા માટે મોહાલી એરપોર્ટ ચોક ખાતે ભેગા થયા હતા અને ત્યાં સીએમ ચન્નીની રાહ જોવાઈ રહી હતી. એ દરમિયાન સિદ્ધૂ અને બીજા નેતાઓ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન સિદ્ધૂનું નિવેદન વિડિયોમાં કેદ થઈ ગયુ હતુ.

(3:59 pm IST)