Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરક્ષા નહીં અપાય તો શિખ કર્મચારીઓ કામ નહીં કરે

કાશ્મીરમાં હત્યાકાંડ સંદર્ભે સરકાર સામે ભારે રોષ : આતંકી હુમલામાં મોતને ભેટેલા સ્કૂલના મહિલા આચાર્યના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે શિખ સમુદાયે દેખાવો કર્યા

શ્રીનગર, તા.૮ : કાશ્મીરમાં આતંકવાદીઓએ પાંચ જ દિવસમાં હ્ન્દિુ અને શિખ કોમના સાત લોકોની હત્યા કર્યા બાદ હિન્દુ અને શિખ સમુદાય સરકાર સામે રોષે ભરાયો છે.

દરમિયાન દિલ્હી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ મનજિન્દરસિંહ સિરસાએ કહ્યુ છે કે, કાશ્મીરમાં કામ કરતો શિખ સમુદાય જ્યાં સુધી સુરક્ષા નહીં આપવામાં આવે ત્યાં સુધી કામ પર પાછો ફરવાનો નથી. દરમિયાન ગઈકાલે આતંકી હુમલામાં મોતને ભેટેલા સ્કૂલના મહિલા આચાર્ય સુપિન્દર કોરોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે શિખ સમુદાયે દેખાવો પણ કર્યા હતા.

બીજી તરફ ગુરૂવારે કાશ્મીરી પંડિતોએ પણ જમ્મુમાં પ્રદર્શન કરીને સરકાર સુરક્ષા પૂરી પાડે તેવી માંગણી કરી હતી. દિલ્હી ગુરૂદ્વારા પ્રબંધન સમિતિના અધ્યક્ષ મનજિન્દરસિંહ સિરસાએ વધુમાં કહ્યુ હતુ કે, આ બે શિક્ષકોને એટલે મારવામાં આવ્યા છે કે તેઓ બિન મુસ્લિમ હતા અ્ને તેમણે ૧૫ ઓગસ્ટની સ્કૂલમાં ઉજવણી કરી હતી. શિખ કર્મચારીઓની સુરક્ષાને લઈને સરકારને પણ અમે રજૂઆત કરી છે.

(7:13 pm IST)