Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઇશાન કિશને માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી : 32 બોલમાં 84 રન બનાવી રનનો ખડકલો કર્યો

મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના મુકાબલમાં રનનો વરસાદ થયો

મુંબઈ : આઇપીએલ 2021માં  રમાયેલ મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના મુકાબલમાં રનનો વરસાદ થયો. પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે ઉતરેલી મુંબઇ ટીમના બેટ્સમેન ઇશાન કિશને પ્રથમ બોલમાં જ મોટા શૉટ રમવાનું શરૂ કરી નાખ્યું હતું અને જોતજોતામાં તેણે તમામ રેકોર્ડને ધ્વસ્ત કર્યા હતા. ઇશાન કિશને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી અને કુલ 84 રનો પર તેની ઇનિંગનો અંત આવ્યો હતો.

ઇશાન કિશને પોતાની ઇનિંગમાં માત્ર 32 બોલ રમ્યા હતા અને 11 ચોગ્ગા, 4 સિક્સરની મદદથી 84 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન ઇશાનની સ્ટ્રાઇક રેટ 262.5ની રહી, જેટલી ઝડપથી ઇશાન રન બનાવી રહ્યો હતો. તે પોતાની સદીથી ચૂકી ગયો નહી તો સૌથી ઝડપી સદી બનાવનાર બેટ્સમેનમાં તે સામેલ હોત.

(9:56 pm IST)