Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મહારાષ્ટ્ર જિલ્લા પંચાયતોની પેટા ચૂંટણીમાં શાસક ગઢબંધનને 46 સીટ અને ભાજપને 22 બેઠક મળી

જીલ્લા પંચાયતોની 144 વોર્ડ અને પંચાયત સમિતિઓના 144 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી

મુંબઈ :  મહારાષ્ટ્રમાં 84 જીલ્લા પંચાયત બેઠકો અને ધુલે, નંદુરબા, અકોલા, વાશીમ, નાગપુર, પાલધર, ના છ જીલ્લાઓમાં 141 પંચાયત સમિતીઓની બેઠકો તથા એ હેઠળની 38 પંચાયત સમિતિઓની પેટા ચુંટણીમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઢબંધને 46 સીટો મેળવી છે, જ્યારે ભાજપને માત્ર 22 બેઠકો મળી છે. આ બેઠકો માટેનું મત દાન મંગળવારે યોજાયું હતું. સુપ્રિમ કોર્ટે સ્થાનિક પંચાયતોમાં ઓબીસી ક્વોટા નાબુદ કરતા આ બેઠકોની પેટા ચૂંટણી જરૂરી બની હતી. જીલ્લા પંચાયતોની 144 વોર્ડ અને પંચાયત સમિતિઓના 144 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી.

(11:06 pm IST)