Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પીડા વગર માત્ર એક મિનિટમાં આત્મહત્યા કરવા માટે મશીન બન્યું:સરકારે આપી મંજૂરી

સ્વીત્ઝરલૅન્ડે તાબૂત આકારની એક મશીનને કાયદાકીય રીતે મંજૂરી આપી:મશીનમાં ઓક્સિજનની સ્તર ખૂબ જ ઓછું થઇ જશે. જેથી વ્યક્તિનું હાયપોક્સિયા અને ડાયપોકૈનયાથી મોત થઇ શકે

સ્વીત્ઝરલૅન્ડે તાબૂત આકારની એક મશીનને કાયદાકીય રીતે મંજૂરી આપી દીધી છે. આ મશીનની મદદથી વ્યક્તિ 1 મિનીટના અંદર દર્દ વગર શાંતિપૂર્ણ રીતે મોત મેળવી શકે છે. આ મશીનને બનાવનારી કંપની દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મશીનની અંદર ઓક્સિજનની સ્તર ખૂબ જ ઓછું થઇ જશે. જેથી વ્યક્તિનું હાયપોક્સિયા અને ડાયપોકૈનયાથી મોત થઇ શકે છે.

આ મશીનની અંદર બેસીને તેને ચલાવી શકાય છે. આ મશીન એવા દર્દીઓ માટે મદદગાર શાબિત થશે જે બીમારીને કારણે બોલી નથી શકતા અને હલન ચલન પણ કરી શકતા નથી. આ મશીનને ઉપયોગ કરનાર વ્યક્તિએ તેની મનપસંદ જગ્યા પર જગ્યા પર લઇ જવાનું રહેશે. ત્યારબાદ મશીનનો નાશ થવા યોગ્ય કેપ્સુલ અલગ થઇ જશે. જેથી તેને તાબૂતની જેમ પણ ઉપયોગ કરી શકાય.

કહેવામાં આવી રહ્યું છે કે, આત્મહત્યાની મશીન બનાવવાનો વિચાર ગેરલાભાકારી સંસ્થા એક્ઝીટ ઇન્ટરનેશનલના નિર્દેશક અને ડૉક્ટર ડેથ કહેવાતા ડૉક્ટર ફિલિપ નિટસ્ચકે દ્વારા આપવામાં આવ્યો હતો.

સ્વીત્ઝરલૅન્ડમાં મદદની સાથે આત્મહત્યા કરવાનો કાયદો અમલમાં છે. ગત વર્ષે 1300 લોકોએ આ સેવાનો ઉપયોગ કરીને આત્મહત્યા કરવા માટે જણાવ્યું હતું. ડૉક્ટર ડેથ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ મુશ્કેલી નહીં આવે તો દેશમાં ઘણી મશીન સપ્લાય કરીશું. આ ખૂબ જ ખર્ચાળ પ્રોજેક્ટ છે. પણ અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે તેને અમલમાં મૂકવા માટે તૈયાર છીએ.

તો બીજી તરફ ડૉક્ટર ડેથની ઘણા લોકોએ ટીકા પણ કરી હતી. લોકોએ તેમના મશીનને ઉપયોગ કરવાની રીતને ખોટી ગણાવી હતી. લોકોનું કહેવું છે કે, આ એક ગેસ ચેમ્બરની જેવું છે. તો કેટલા લોકોએ કહ્યું હતું કે, આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપશે. મહત્ત્વની વાત છે કે વર્તમાન સમયમાં બે સાર્કો પ્રોટાઈપ બનીને તૈયાર થઇ ગયા છે અને ત્રીજું મશીન બનવા જી રહ્યું છે. આગળના વર્ષ સુધીમાં આ માસીન પણ તૈયાર થઈ જશે.

(12:39 am IST)