Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ડિજિટલ કારોબારથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરની વૃધ્ધિ થશે : રિપોર્ટમાં દાવો

ભારત વેબ ૩.૦ અપનાવીને ડિજિટલ સંપતિની તકોનો લાભ ઉઠાવી શકે છે

વોશીંગ્ટન,તા. ૭ : ડીજીટલ ધંધાથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો થશે. અમેરિકા-ભારત રણનીતિક એવં ભાગીદારી મંચ (યુએસઆઇએસપીએફ) અને ક્રોસ્ટાવરે સોમવારના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ દરમ્યાન ભારતની કુલ આર્થિક વૃધ્ધિમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો એવા ડીજીટલ સંપતિના ધંધાથી થઇ શકે છે જેની હજુ શરૂઆત નથી થઇ.

રિપોર્ટ અનુસાર, ભારત વેબ ૩.૦ અપનાવીને ડીજીટલ સંપતિની તકોનો લાભ ઉઠાવી શકે છે. બ્લોકચેન ટેકનીક નાણાંકીય પરિસ્થિતીને ડીજીટલ બનાવવા માટે પુરતી છે. હાલમાં ડીજીટલ સંપતિ બજાર ૩ લાખ કરોડ ડોલરનું છે. યુએસઆઇએસપીએફના પ્રમુખ મુકેશ અધીએ કહ્યુ કે ૧૧ વર્ષોમાં બધા દેશોમાં ડીજીટલ સંપતિઓ વધશે. તેનાથી ભારતને ૫ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનવામાં મદદ મળશે.

ક્રોસટાવરના સહસંસ્થાપક અને સીઇઓ કપિલ રાઠીએ કહ્યુ કે ભારત વેબ ૩.૦ દ્વારા ટેકનીકલી હોંશીયાર યુવાઓ ક્ષમતાનો પુરો લાભ ઉઠાવી શકે છે. જો કે તેના માટે યોગ્ય નીતિઓ અને નિયામકીય માળખાની જરૂર પડશે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે ડીજીટલ સંપતિ અપનાવવાનો દર ઇન્ટરનેટની સરખામણીમાં લગભગ ડબલ છે. ઇન્ટરનેટને લગભગ ૧૦ કરોડ યુઝર્સ સુધી પહોંચવામાં સાડા સાત વર્ષ લાગ્યા હતા જ્યારે ક્રીપ્ટો કરન્સી એકસચેન્જોએ ચાર વર્ષ આ આંકડો હાંસલ કરી લીધો છે.

(12:00 am IST)