Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

દરેક યુઝર્સને તાત્કાલિક ધોરણે નંબર પોર્ટ કરવાની SMS સુવિધા આપો

ટ્રાઇએ આપ્યો મહત્વનો આદેશ : ગ્રાહકોને થશે ફાયદો : નંબર પોર્ટેબિલિટી પર ટેલિકોમ કંપનીઓની મનમાની નહીં ચાલે

નવી દિલ્હી તા. ૮ : ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ટેક્ષ્ટ મેસેજ અથવા એસએમએસ શોર્ટ કોડ ૧૯૦૦ મોકલવાની સુવિધા તાત્કાલિક ધોરણે આપવાનો આદેશ આપ્યો છે. આ સુવિધાની મદદથીયુઝર્સ એક નેટવર્કમાંથી બીજા નેટવર્ક પર સરળતાથી પોર્ટ કરી શકશે. ટ્રાઈએ આ સુવિધાનેદરેક પ્રીપેડ અને પોસ્ટપેડયુઝર્સને આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લખેનીયછે કે ટેલિકોમ કંપનીઓએકેટલાક નવા ટેરિફ પ્લાનમાંફ્રી એસએમસનીસુવિધાનેબંધ કરી દેવામાં આવ્યો હતો. જેનાકારણે ગ્રાહક નંબર પરત કરાવા માટે મેસેજ મોકલી શકાય નહીં. ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓની આ ચાલાકીનાનિયમોનું ઉલ્લંઘન છે. એવામાં ટ્રાઈના જણાવ્યા મુજબ ટેલિકોમ ઓપરેટર્સને પ્રીપેડ અને પોસ્ટપેડબન્ને મોબાઈલ યુઝર્સ માટે તત્કાલ પ્રભાવથી શોર્ટ કોડ ૧૯૦૦ પર એસએમએસ મોકલવાની સુવિધા આપવાનો આદેશ આપ્યો છે.

ટ્રાઈનું કહેવું છે કે તેને હાલમાં ટેલિકોમ યુઝર્સથીફરિયાદ પ્રાપ્ત થઇ હતી. યુઝર્સનું કહેવું છે કે તે પર્યાપ્ત રિચાર્જ હોવા છતાં શોર્ટ કોડ ૧૯૦૦નો એસએમએસ મોકલી શકતા નથી એટલું જ નહીં ટ્રાઈને એ પણ ફરિયાદ મળી છે કે કેટલીક ટેલિકોમ કંપનીઓ કેટલાક પસંદ કરેલા પ્રીપેડ પ્લાનમાંએસએમએસનીસુવિધા આપી રહ્યા નથી.

(10:15 am IST)