Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બ્રિટનમાં ઓમિક્રોન કોરોના વાયરસનો મહાવિસ્ફોટ: એક જ દિવસમાં ૧૦૦ થી વધુ કેસ: બોરિસ જોન્સને કહ્યું કે ડેલ્ટાથી પણ ખતરનાક નવો વેરિયન્ટ

બ્રિટનમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં ૧૦૧ કેસ સામે આવ્યા હતા જે સાથે જ આખા દેશમાં કુલ ઓમિક્રૉન કેસની સંખ્યા વધીને ૪૩૭ થઈ ગઈ છે. બ્રિટનનાં સ્વાસ્થ્ય સાજિદ જાવેદ પહેલા જ કહી ચૂક્યા છે કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટનો કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયો છે. જાવેદે કહ્યું હતું કે દેશમાં એવા કેસ સામે આવી રહ્યા છે જે વિદેશ જઈને પાછા નથી આવ્યા છતાં ઓમિક્રૉનથી સંક્રમિત છે. એવામાં કહી શકાય કે લોકોમાં હવે ઓમિક્રૉન વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે.

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો માં યહાંક લાગવો: જો કોઈ વ્યક્તિ કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન એન્જિક કોએત્જીએ    થાક સહિત આ જણાવેલા લક્ષણો સંક્રમિત દર્દીઓમાં જોયા છે.

શરીરમાં દુઃખાવો: કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે.

માથામાં  સખત દુખાવો: ઓમીક્રોન વેરિએન્ટના સંક્રમિત વ્યક્તિ માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે.

ઓમીક્રોન સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો:
સ્વાદ અને ગંધ ન આવવી: કોરોનાના Delta વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ   ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત વ્યક્તિઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા.

નાક બંધ રહેવું: કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા.

ખૂબ વધારે તાવ: તાવ આવવો અથવા વધારે પડતા તાવને કારણે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકો  ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં   ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જેવા લક્ષણો પણ નથી જોવા મળ્યા.

(10:49 am IST)