Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કોરોના વાયરસનો નવો અહેવાલ: અમેરિકન રિપોર્ટમાં દાવો : કોરોનાની રસીના બૂસ્ટર ડોઝથી બોડી ડિહાઈડ્રેટ થવાની અને ગળુ પણ સુકાતું હોવાની ફરિયાદ

બૂસ્ટર ડોઝના નવા સાઈડ ઈફેક્ટ સામે આવ્યા: બુસ્ટર ડોઝ લીધા બાદ લોકોને ડિહાઈડ્રેશનની કે ખૂબ તરસ લાગવાની ફરિયાદ: જો કે બ્રિટિશ ડોક્ટર્સને આ સમસ્યા અંગે ખબર નહોતી

કોરોના વાયરસ સંક્રમણના નવા વેરિએન્ટના સામે આવ્યા બાદ અનેક દેશોમાં કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ પર ચર્ચા શરુ થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તો નવા વેરિએન્ટ મળ્યા બાદ પહેલી વાર કોરોનાની રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા હતા. આ તમામની વચ્ચે ડોક્ટર્સનું કહેવું છે કે બૂસ્ટર ડોઝના નવા સાઈડ ઈફેક્ટ સામે આવ્યા છે. એ માનવામાં આવે છે કે જો કોઈને રસી લગાવવામાં આવે છે તો થોડીક અસ્વસ્થતા અનુભવાય છે. ઈન્જેક્શન વાળી જગ્યામાં દુખાવો, થાક અને શરીરમાં દુખાવો સૌથી વધારે જોવા મળનારા લક્ષણોમાંથી એક છે. પરંતુ નવા રિપોર્ટ મુજબ બુસ્ટર ડોઝ બાદ લોકોને ડિહાઈડ્રશનની ફરિયાદ થઈ શકે છે. અથવા વધારે તરસ લાગી શકે છે.
હફિંગ્ટન પોસ્ટ અનુસાર વોશિંગ્ટનમાં ડોક્ટર લતાશા પર્કિન્સે જણાવ્યું કે જ્યારે રસીકરણ થાય છે તો લોકોને અલગ અલગ લક્ષણો સામે આવે છે. પરંતુ મે સાંભળ્યું છે કે કેટલાક લોકોને તરસ વધવાની ફરિયાદ છે. આ અસામાન્ય નથી. આ રિપોર્ટ અમેરિકામાં સામે આવ્યો છે પરંતુ બ્રિટિશ ડોક્ટર્સને આ સમસ્યા અંગે પહેલા ખબર નહોતી.
પેશન્ટએક્સેસ ડોટ કોમ ના ક્લિનિકલ ડાયરેક્ટર ડોક્ટર સારા હર્રવિસે ધ સનને જણાવ્યું કે મે આવી ફરિયાદ નથી સાંભળી અને ન તો મે કોઈ શોધમાં જોઈ છે. અમેરિકન ડોક્ટર નતાશા ભુઈયાએ કહ્યું કે જો કોઈ રસીને લઈને ગભરાયેલ છે તો આનાથી મોંઢુ સુકાઈ શકે છે એવું એટલા માટે થઈ શકે છે કેમ કે રસીના કારણે સામાન્ય રીતે તાવ આવે છે. જ્યારે તેનું તાપમાન વધી જાય છે તો આના કારણે ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે રસી લીધા બાદ તરસ લાગે તો ચિંતા કરવાની જરુર નથી. આ કોઈ સાઈડ ઈફેક્ટ નથી.
બીજી તરફ રસીકરણ સમયે લોકોને સામાન્ય રીતે હાઈડ્રેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેમ કે બોડી હાઈડ્રેટ ન હોય તો માથાના દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. બુસ્ટર ડોઝના સંદર્ભમાં એવું બની શકે કે એસ્ટ્રાજેનેકા અને ફાઈઝરના મિક્સ એન્ડ મેચિંગના કારણે લોકોને પહેલી બે ડોઝની સરખામણીએ વધારે અસ્વસ્થતા અનુભવાય.


 

(10:49 am IST)