Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

બ્રિટનમાં ઓમિક્રોનનો વિસ્ફોટ, એક દિવસમાં ૧૦૧ નવા કેસ

PM બોરિસ જહોન્સને કહ્યું: ડેલ્ટા કરતા વધુ ચેપી છે

લંડન, તા.૮: બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જહોન્સને મંગળવારે તેમના કેબિનેટના સભ્યોને જણાવ્યું હતું કે પ્રારંભિક સંકેતો સૂચવે છે કે કોરોનાવાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્વરૂપ કરતાં વધુ ચેપી છે. હાલમાં, બ્રિટનમાં ડેલ્ટા સ્વરૂપના ચેપના મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતા, વડા પ્રધાન કાર્યાલયના પ્રવકતાએ પત્રકારોને જણાવ્યું હતું કે જોન્સને પુનરોચ્ચાર કર્યો હતો કે હાલમાં કોવિડ -૧૯ ના નવા સંસ્કરણની વ્યાપક અસર વિશે કોઈ નિષ્કર્ષ કાઢવો ખૂબ જ વહેલું છે.

પીએમ જોન્સનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જયારે મંગળવારે બ્રિટનમાં ઓમિક્રોનથી ચેપના ૧૦૧ નવા કેસ નોંધાયા હતા, જેની સાથે આ કેસોની સંખ્યા વધીને ૪૩૭ થઈ ગઈ છે. પ્રવકતાએ કહ્યું, વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન વિશે કોઈ નિષ્કર્ષ કાઢવો ખૂબ જ વહેલું છે. જો કે, પ્રારંભિક સંકેતો સૂચવે છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ ચેપી છે.

અગાઉ, યુકેના આરોગ્ય પ્રધાન સાજિદ જાવેદે સોમવારે સંસદમાં કહ્યું હતું કે કોરોના વાયરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન દેશના વિસ્તારોમાં સમુદાય સ્તરે ફેલાવાનું શરૂ કર્યું છે. જાવેદે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું કે તાજેતરના આંકડાઓ અનુસાર, અત્યાર સુધીમાં આ પ્રકારના વાયરસના કુલ ૩૩૬ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે આમાંથી ૭૧ કેસ સ્કોટલેન્ડમાં અને ચાર વેલ્સમાં નોંધાયા છે. તેમણે કહ્યું, ઙ્કએવા કિસ્સાઓ પણ છે જેનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે કોઈ સંબંધ નથી. તેથી અમે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે તે હવે યુકેના દ્યણા વિસ્તારોમાં સમુદાય સ્તરે ફેલાય છે.

દરમિયાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ સોમવારે કહ્યું હતું કે વાયરસના ઓમિક્રોન સ્વભાવ વિશે વિશ્વને જાણ કરવા દક્ષિણ આફ્રિકા અને અન્ય આફ્રિકન દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદવા એ દંભી, કઠોર અને અવૈજ્ઞાનિક છે. 'ડાકાર ઇન્ટરનેશનલ ફોરમ ફોર પીસ એન્ડ સિકયોરિટી'ને સંબોધતા રામાફોસાએ કહ્યું કે આ પ્રતિબંધો દ્વારા તે લોકો અને સરકારોને સજા કરવામાં આવી રહી છે જેમણે વિશ્વને કોરોના વાયરસના આ નવા સ્વરૂપ વિશે જણાવ્યું.

(10:54 am IST)