Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સવારના ઉઘડતાવેંત શેર બજારમાં ફુલગુલાબી તેજીઃ સેન્સેકસ ૭૧૫ પોઇન્ટ વધ્યો

મુંબઈ શેરબજારમાં ગઇકાલે પણ મોટો વધારો થયા પછી આજે સવારના ૯.૪૦ કલાકે જબરો ઉછાળો આવ્યો છે. સેન્સેકસ ૭૧૫ પોઇન્ટ વધીને ૫૮,૩૪૯ ઉપર છે અને નિફટી ૨૦૩ પોઇન્ટ વધીને ૧૭,૩૮૦ ઉપર છે. W.H.O. તરફથી ઓમીક્રોન વાયરસ પ્રમાણમાં હળવો હોવાની જાહેરાતના પગલે શેરબજારમાં ઉછાળો આવ્યાનું મનાય છે

(11:50 am IST)