Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જીએસટીમાં નોટિસની પૂર્તતા પછી પણ ફરજીયાત એસેસમેન્ટના ફતવાથી વિવાદ

સ્ટેટ જીએસટીનું ફરમાન... 'રેડ પાડો અથવા એસેસમેન્ટ કરો' : ઉચ્ચ અધિકારીઓના આદેશને કારણે સ્થાનિક અધિકારીઓમાં અસમંજસની સ્થિતિ

મુંબઇ, તા.૮: સ્ટેટ જીએસટી રિટર્ન ભરવામાં વેપારીએ કરેલી ભૂલને કારણે ફટકારેલી નોટિસનો જવાબ પુરાવા સાથે યોગ્ય રીતે આપ્યો હોવા છતાં ફરજિયાત દરોડા પાડવા અથવા તો એસેસમેન્ટ કરવા માટે ઉચ્ચ અધિકારીઓએ મૌખિક આદેશ કરતા વેપારીઓની હાલત કફોડી થવાની છે. જોકે સ્થાનિક અધિકારીઓમાં પણ આવી કાર્યવાહી કરવાના આદેશને કારણે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

વેપારીઓ દ્વારા દર મહિને અથવા તો દર ત્રણ મહિને ભરવામાં આવતા જીએસટી રિટર્નમાં ક્રેડિટ વધારે લેવામાં આવી હોય અથવા તો રિટર્ન ભરવામાં ભૂલ હોય તો તે માટે નોટિસ આપવામાં આવતી હોય છે. જેથી વેપારીઓ દ્વારા નોટિસનો યોગ્ય જવાબ પુરાવા સાહેત આપવામાં આવે તો આગળની કાર્યવાહી કરવામાં  આવતી નથી. કારણ કે વેપારીએ તેમાં ભૂલ કરી હોવાના કારણો પુરાવા સહિત રજૂ કરવામાં આવે અને તેમાં જીએસટી ચોરી કરવાનો કે અન્ય કોઇ ઇરાદો સાબિત થાય ! તેમ નહીં હોવાના લીધે કાર્યવાહી પૂરી થઇ ૬ જતી હોય છે. પરંતુ સ્ટેટ જીએસટીના ઉચ્ચ ૅં અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓને ૧ એવો આદશ આપ્યો છે ક નોંટેસનો જવાબ યોગ્ય હોવા છતાં દરોડા પાડવામાં આવે અથવા તો એસેસમેન્ટમાં તે કેસની કાર્યવાહી આગળ વધારવામાં આવવી જોઈએ. તેના કારણે આગામી દિવસોમાં વિવાદ થવાની પણ શકયતા રહેલી છે. જયારે વેપારીઓની તકલીફ વધવાની હોવા છતાં આવા આદેસ થકી આવક વધારવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું કહેવાય છે.(૨૩.૧૫)

એસેસમેન્ટમાં ચાર વર્ષ જૂના ચોપડા પણ માંગી શકે

વેપારીઓ દ્વારા નોટિસનો યોગ્ય જવાબ આપવામાં આવ્યા બાદ એસેસમેન્ટમાં કેસ મોકલી આપવાના આદેશને કારણે આવા વેપારીઓએ ભરેલા રિટર્નના આધારે ચોપડા મંગાવવામાં આવી શકે તેમ છે. તેમાં પણ જીએસટી લાગુ થયો ત્યારથી આજ દિવસ સુધીના હિસાબો માંગવામાં આવે તો તે હિસાબો વેપારી પાસે મળવા મુશ્કેલ હોવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી. જેથી આવી કાર્યવાહી કરવામાં આવ્યા બાદ વેપારીઓની પરેશાનીમાં વધારો થવાનો છે.

(12:22 pm IST)