Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો

ઓમિક્રોન વેરિએન્ટના લક્ષણો માં થાક લાગવો : જો કોઈ વ્યકિત કોરોનાના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત થાય છે તો તેને સતત થાક મહેસુસ થાય છે. સાઉથ આફ્રીકન મેડિકલ એસોસિએશનના ચેરપર્સન એન્જિક કોએત્જીએ થાક સહિત આ જણાવેલા લક્ષણો સંક્રમિત દર્દીઓમાં જોયા છે.

શરીરમાં દુઃખાવો : કોરોનાના આ ખૂબ જ સંક્રામક વેરિએન્ટથી સંક્રમિત વ્યકિતને બોડી પેઈન અને અન્ય ઘણા પ્રકારના દુખાવાનો અનુભવ થઈ શકે છે.

માથામાં  સખત દુખાવો : ઓમીક્રોન વેરિએન્ટના સંક્રમિત વ્યકિત માથાના દુખાવાની ફરીયાદ કરી શકે છે. આ માથામાં દુખાવો ઘણી વખત ખૂબ જ વધારે હોઈ શકે છે.

ઓમીક્રોન સંક્રમિતોમાં નથી જોવા મળતા કોરોના જેવા આ લક્ષણો

સ્વાદ અને ગંધ ન આવવીઃ કોરોનાના ઝ્રફૂશ્રર્દ્દી વેરિએન્ટના લક્ષણોમાં સ્વાદ અને ગંધ ન આવવા એક મુખ્ય લક્ષણ હતું. પરંતુ   ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત વ્યકિતઓમાં અત્યાર સુધી આવા લક્ષણો નથી જોવા મળ્યા.

નાક બંધ રહેવું : કોરોનાના નવા વેરિએન્ટમાં સંક્રમિત બંધ નાકની ફરિયાદ પણ કરી રહ્યા હતા. પરંતુ ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓમાં આ લક્ષણ પણ અત્યાર સુધી જોવા નથી મળ્યા.  ખૂબ વધારે તાવ : તાવ આવવો અથવા વધારે પડતા તાવને કારણે ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત લોકો  ગભરાઈ જતા હતા. પરંતુ દક્ષિણ આફ્રીકામાં ઓમિક્રોનના નવા વેરિએન્ટથી સંક્રમિતોમાં અત્યાર સુધી ખૂબ જ તાવ આવવા જેવા લક્ષણો પણ નથી જોવા મળ્યા.

(2:54 pm IST)