Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

યુપીમાં કોરોનાના નવા વેરિયન્ટ અંગે એલર્ટઃ બહારથી આવનારા સર્વેની સંપૂર્ણ તપાસ થશે

લખનૌઃ દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો વધી રહ્યો હોવાના અહેવાલોને પગલે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની સીમા ઉપર ચોકસાઈપૂર્વક તપાસ કરવાની વ્યવસ્થા વધારી દીધી છે.

વિશેષતૅં બહારના રાજ્યોમાંથી આવનારાઓ ઉપર તીવ્ર નજર રખાઈ રહી છે અને તે સર્વેની પૂરી તપાસ પછી જ રાજ્યમાં પ્રવેશ કરવાની અનુમતિ અપાય છે. સાથે જરા પણ સંદિગ્ધ લાગતી વ્યકિતની તત્કાળ સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનો કોવિડ- પ્રોટોકોલ નીચે ઇલાજ કરવામાં આવે છે. રાજ્યમાં આરટીપીસીઆર પ્રમાણે તપાસ કરવાની ક્ષમતા વધારવામાં આવી છે અને હવે, જીનોમ- સિકવન્સિંગની  તપાસ માટે પણ ગતિ વધારવાની તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી યોગીએ પીજીઆઇ, કેજીએફમાં જીનોમ પરીક્ષણ ઝડપી કરવા આદેશ આપી દીધા છે.

(2:56 pm IST)